હૈદરાબાદ: દેશની 18મી લોકસભા માટે ચૂંટણી એટલે કે "લોકસભા ચૂંટણી 2024" ચાલી રહી છે. તેના ત્રણ તબક્કા પૂર્ણ થયા છે, અને ચોથા તબક્કાનું મતદાન સોમવાર, 13 મે, 2024 ના રોજ થવાનું છે. આ તબક્કાના ચૂંટણી માટે આજે શનિવારે સાંજે પ્રચાર પડઘમ શાંત થશે. તમામ પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે.
ચોથા તબક્કામાં 10 રાજ્યોની લગભગ 96 બેઠકો પર મતદાન થશે. જેમાં 1717 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઊભા છે. મહત્વપૂર્ણ છે કે, મોદી સરકારના પાંચ કેન્દ્રીય મંત્રીઓ, એક પૂર્વ સીએમ, એક અભિનેતા અને બે ક્રિકેટરો સહિત 1717 ઉમેદવારો પોતાનું નસીબ આ લોકસભા ચૂંટણીમાં અજમાવી રહ્યા છે. 4 જૂને લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર કરવામાં આવશે.
લોકસભા ચૂંટણી 2024ના ચોથા તબક્કામાં ઉત્તર પ્રદેશની 13, તેલંગાણાની 17, પશ્ચિમ બંગાળની 8, બિહારમાંથી 05, મહારાષ્ટ્રની 11, મધ્યપ્રદેશની 8, ઝારખંડની 4, ઓડિશાની ચાર, આંધ્રપ્રદેશની 25 અને જમ્મુ-કાશ્મીરની એક બેઠક પર મતદાન થવાનું છે.
10 રાજ્યોની લગભગ 96 બેઠકો પર મતદાન
રાજ્ય | બેઠક |
---|---|
ઉત્તર પ્રદેશ | 13 |
તેલંગાણા | 17 |
પશ્ચિમ બંગાળ | 08 |
બિહાર | 05 |
મહારાષ્ટ્ર | 11 |
મધ્યપ્રદેશ | 08 |
ઝારખંડ | 04 |
ઓડિશા | 04 |
આંધ્રપ્રદેશ | 25 |
જમ્મુ-કાશ્મીર | 01 |
1. ઉત્તર પ્રદેશ: શાહજહાંપુર, ફેરી, દૌરા, સીતાપુર, મિસરીખ, ઉન્નાવ, ફરુખાબાદ, ઈટાવા, કન્નૌજ, કાનપુર, અકબરપુર, હરદોઈ, કાનપુર અને બહરાઈચ.
2. તેલંગાણા: આદિલાબાદ, પેદ્દાપલ્લી, કરીમનગર, નિઝામાબાદ, હૈદરાબાદ, મેડક, સિકંદરાબાદ, મલકાજગીરી, ચેવેલ્લા, મહબૂબનગર, નાગરકુર્નૂલ, નાલગોંડા, ભોંગિર, વારંગલ, મહમુદાબાદ અને ખમ્મામ.
3. મધ્ય પ્રદેશઃ દેવાસ, ઉજ્જૈન, મંદસૌર, રતલામ, ધાર, ઈન્દોર, ખરગોન અને ખંડવા.
4. આંધ્રપ્રદેશ: શ્રીકાકુલમ, વિજયનગર, વિશાખાપટ્ટનમ, અરાકુ, અનાકાપલ્લે, કાકીનાડા, અમલાપુરમ, રાજામુન્દ્રી, નરસાપુરમ, એલુરુ, માછલીપટ્ટનમ, વિજયવાડા, ગુંટુર, નરસારોપેટ, બાપટલા, ઓંગોલે, નંદ્યાલ, કુર્નૂલ, અનંતપુર, રાજપુરમ, હિંદુપુર, નરસાપુરમ અને ચિત્તૂર
5. ઝારખંડ: સિંહભૂમિ, ખુંટી, લોહરદગા અને પલામુ.
6. મહારાષ્ટ્ર: નંદુરબાર, જલગાંવ, રાવેર, જાલના, ઔરંગાબાદ, માવલ, પુણે, શિરુર, અહમદનગર, શિરડી અને બીડ.
7. બિહાર: દરભંગા, ઉજિયારપુર, સમસ્તીપુર, બેગુસરાય અને મુંગેર.
8. પશ્ચિમ બંગાળ: બહેરામપુર, કૃષ્ણનગર, રાણાઘાટ, બર્ધમાન, દુર્ગાપુર, આસનસોલ, બોલપુર, બર્ધમાન પૂર્વા અને બીરભૂમ.
9. જમ્મુ અને કાશ્મીર: શ્રીનગર
10. ઓડિશા: કાલાહાંડી, નબરંગપુર, બેરહામપુર અને કોરાપુટ.