મલપ્પુરમ: કેરળની એક કોર્ટે 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનારા સાવકા પિતાને 141 વર્ષની સખત કેદ અને 7.85 લાખ રૂપિયાના દંડની સજા ફટકારી છે. તમને જણાવી દઈએ કે, ગુનેગાર અને પીડિતા બંને તમિલનાડુના વતની છે. મંજેરી સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ એએમ અશરફે સજા સંભળાવતા કહ્યું કે, જો આરોપી દંડ ભરે છે તો આ રકમ પીડિતાને આપવામાં આવશે.
મળતી માહિતી મુજબ, માસૂમ બાળકીની સાથે 2017થી નવેમ્બર 2020 સુધી દુષ્કર્મ થયું હતું. તમિલનાડુનો વતની આ પરિવાર કામની શોધમાં મલપ્પુરમ આવ્યો હતો. તે જિલ્લાના ઘણા વિસ્તારોમાં ભાડાના મકાનમાં રહેતો હતો. જ્યારે કામ કરવા માટે પરિવારના સભ્યો બહાર જતા રહે ત્યારે મોકાનો લાભ લઇને આરોપી પિતા આવું ઘૃણાસ્પદ કૃત્ય કરતો હતો.
એક દિવસ 5 ફેબ્રુઆરી 2021ના રોજ, માસૂમ બાળકી પોતાના મિત્ર સાથે તેના ઘરના આંગણામાં રમી રહી હતી, ત્યારે તેનો સાવકો પિતા આવ્યો અને તેને અંદર લઈ ગયો અને તેના પર દુષ્કર્મ આચર્યું, જ્યારે આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે પીડિતાએ આ વાત તેની મિત્ર અને કામથી પરત ઘરે આવેલી તેની માતાને જણાવી. માતાએ આ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જોકે, ઘટનાની માહિતી મળતાં પોલીસે આ અંગે ગુનો નોંધ્યો હતો અને માતાને પણ સહ-આરોપી બનાવી હતી. ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, જ્યારે મામલો કોર્ટમાં પહોંચ્યો ત્યારે માતાએ પોતાનો નિર્ણય બદલી નાખ્યો કારણ કે તેને સહ-આરોપી બનાવવામાં આવી હતી, પરંતુ કોર્ટે પીડિતાના મિત્રનું નિવેદન લીધું હતું અને તેના આધારે આરોપીને દોષિત ઠેરવ્યો.
નિવેદન નોંધ્યા બાદ પોલીસે માસૂમને ત્રિશૂરના નિર્ભયા હોમમાં મોકલી આપી હતી. ડિસેમ્બરની રજાઓમાં બાળકી બાળ કલ્યાણ સમિતિની પરવાનગીથી તેની માતા સાથે રહેવા આવી હતી. તે સમયે આરોપી જામીન પર બહાર હતો. ત્યાર બાદ જ્યારે માતા કામ પર ગઈ હતી ત્યારે આરોપીએ ઘરે આવીને તેની સાથે ફરી દુષ્કર્મ ગુજાર્યુ હતું.
આ પણ વાંચો: