ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં આતંકી હુમલો, ફાયરિંગમાં 7 મજૂરોના મોત

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં આતંકી હુમલો થયો છે. જેમાં 7 લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ હુમલો સોનબર્ગમાં નિર્માણાધીન ટનલ પાસે થયો હતો.

author img

By ETV Bharat Gujarati Team

Published : 2 hours ago

જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલો
જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલો (ETV Bharat)

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં આતંકી હુમલો થયો છે. રવિવારની રાત્રે આતંકવાદીઓએ સ્થાનિક અને બિન-સ્થાનિક મજૂરો પર ગોળીબાર કર્યો હતો, જેમાં 7 લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ હુમલો સોનબર્ગમાં નિર્માણાધીન ટનલ પાસે થયો હતો.

જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલો : અધિકારીઓના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ જિલ્લાના ગુંડ વિસ્તારમાં સુરંગના નિર્માણ પર કામ કરી રહેલી ખાનગી કંપનીના કેમ્પમાં કામદારો પર ગોળીબાર કર્યો હતો. જેમાં બે મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે અન્ય બે ઘાયલ થયા છે. દરમિયાન, હુમલાખોરોને શોધવા માટે પોલીસ અને સેનાએ વિસ્તારને કોર્ડન કરી લીધો છે.

7 મજૂરોના મોત : આતંકવાદી હુમલા અંગે કાશ્મીર ઝોન પોલીસે એક્સ પર જણાવ્યું કે, ગાંદરબલના ગગનગીરમાં આતંકી હુમલો થયો છે. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે. વિગતવાર માહિતી બાદમાં શેર કરવામાં આવશે. મૃતકોની ઓળખ ડો. શાહનવાઝ, ફહીમ નઝીર, કલીમ, મોહમ્મદ હનીફ, શશિ અબરોલ, અનિલ શુક્લા અને ગુરમીત સિંહ તરીકે થઈ છે.

અમિત શાહનું એલાન : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે. અમિત શાહે કહ્યું કે, આ ઘૃણાસ્પદ કૃત્યમાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં અને સુરક્ષા દળોના સખત જવાબનો સામનો કરવો પડશે.

સીએમ ઓમરે શોક વ્યક્ત કર્યો : જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ આતંકવાદી હુમલામાં બિન-સ્થાનિક મજૂરોની હત્યાને દુઃખદ ગણાવી હતી. સાથે જ આ કાયરતાપૂર્ણ હુમલો ગણાવતા સીએમ ઓમરે એક પોસ્ટમાં લખ્યું કે, સોનમર્ગ વિસ્તારના ગગનગીરમાં બિન-સ્થાનિક મજૂરો પર કાયરતાપૂર્ણ હુમલાના ખૂબ જ દુઃખદ સમાચાર.

સીએમ ઓમરે જણાવ્યું કે, કામદારો આ વિસ્તારમાં એક મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. આ આતંકી હુમલામાં બે લોકોના મોત થયા અને 2-3 લોકો ઘાયલ થયા છે. હું નિઃશસ્ત્ર નિર્દોષ લોકો પરના આ હુમલાની સખત નિંદા કરું છું અને તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.

સીએમ ઓમરે અન્ય પોસ્ટમાં જણાવ્યું હતું કે, હાલમાં હુમલામાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા સ્પષ્ટ નથી, કારણ કે સ્થાનિક અને બિન-સ્થાનિક બંને મજૂરો ઘાયલ થયા છે. વધુ ગંભીર રીતે ઘાયલોને SKIMS શ્રીનગર રિફર કરવામાં આવી રહ્યા છે. ઘાયલોની સંપૂર્ણ સ્વસ્થતા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

નીતિન ગડકરીએ હુમલાની નિંદા કરી : કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગાંદરબલમાં પરપ્રાંતીય મજૂરો પર થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરતા ટ્વિટર પરની એક પોસ્ટમાં કહ્યું કે 'નિર્દોષ મજૂરો' સોનમર્ગના ગગનગીરમાં એક મહત્વપૂર્ણ માળખાકીય પ્રોજેક્ટમાં રોકાયેલા હતા. હું જમ્મુ અને કાશ્મીરના સોનમર્ગના ગગનગીરમાં નિર્દોષ મજૂરો પરના ભયાનક આતંકવાદી હુમલાની સખત નિંદા કરું છું, જેઓ એક મહત્વપૂર્ણ માળખાકીય પ્રોજેક્ટમાં રોકાયેલા હતા."

  1. આતંકી સંગઠન "જૈશ-એ-મોહમ્મદ"ની યોજના નિષ્ફળ : 6 સભ્યોની ધરપકડ
  2. ભારતીય સૈનિકોનું અપહરણ અને હત્યા: આતંકવાદીઓના કૃત્યોની લાંબી યાદી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.