ભુવનેશ્વર: ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઇસ્કોન) દ્વારા 9 નવેમ્બરે USAના હ્યુસ્ટનમાં રથયાત્રાનું આયોજન કરવાના નિર્ણયની જગન્નાથના ભક્તોએ આકરી ટીકા કરી છે. તેઓ દલીલ કરે છે કે, આવી ઘટના રથયાત્રાની પરંપરાગત પવિત્રતાનો અનાદર કરે છે, જે હિંદુ શાસ્ત્રો અનુસાર પુરીમાં દર વર્ષે યોજાય છે.
ભક્તોનું આ મુદ્દે માનવું છે કે, મનસ્વી તારીખો પર આવા સરઘસનું આયોજન કરવું એ ભગવાન જગન્નાથની રથયાત્રાના ધાર્મિક અને સાંસ્કૃતિક તત્વની વિરુદ્ધ છે. વધતાં જતાં અસંતોષ વચ્ચે, વિવિધ જગન્નાથ સંગઠનોના સભ્યો કાયદા પ્રધાન પૃથ્વીરાજ હરિચંદનને મળ્યા અને રાજ્ય સરકારને દરમિયાનગીરી કરવા વિનંતી કરી.
અધિકૃત રથયાત્રાની પરંપરાઓ જાળવો: ઓડિશાના સાંસ્કૃતિક વારસા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલ જૂથ સરકારને અધિકૃત રથયાત્રા પરંપરાઓ જાળવવા માટે હાકલ કરી રહ્યું છે. તેના વળતાં જવાબમાં, ઓડિશાના કાયદા પ્રધાને આ બાબતે ઇસ્કોનના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવાનું અને આ ચિંતાઓને સીધી રીતે સંબોધવાનું વચન આપ્યું છે.
કાયદા પ્રધાન પૃથ્વીરાજ હરિચંદને આ મુદ્દે જણાવ્યું હતું કે, "શ્રી જગન્નાથ મંદિર પ્રશાસને ભારતમાં ઈસ્કોનના નેતૃત્વને મળવાનો ઈરાદો પણ જાહેર કર્યો છે જેથી તે પરંપરા મુજબ માત્ર તેના નિયુક્ત નક્ષત્ર/તિથિએ જ આયોજિત થઈ શકે છે."
તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, "પરંપરાગત તિથિનું પાલન કરવું ભગવાન જગન્નાથના તમામ ભક્તોની જવાબદારી છે. મંદિર પ્રશાસન તમામ સંસ્થાઓને આ પવિત્ર પ્રસંગનું સન્માન કરવા અને તેનું પાલન કરવા વિનંતી કરશે."
જગન્નાથ સાંસ્કૃતિક પરિષદના અધ્યક્ષે મેમોરેન્ડમ આપ્યું: જગન્નાથ સાંસ્કૃતિક પરિષદના પ્રમુખ સંચિત મોહંતીએ કાયદા પ્રધાનને એક મેમોરેન્ડમ સુપરત કર્યું છે. જેમાં માંગ કરવામાં આવી છે કે, તેઓ અને મુખ્યમંત્રી બંને આવી ઘટનાઓને રોકવા માટે દરમિયાનગીરી કરે. તેમણે કહ્યું કે, ઈસ્કોનની 3 નવેમ્બરે સ્નાનયાત્રા યોજવાની યોજનાએ ચિંતા વધારી દીધી છે.
મોહંતીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "અનિયમિત તારીખો પર રથયાત્રાનું આયોજન કરવું આ શાસ્ત્રોની અવગણના થાય છે જેનાથી જગન્નાથ સંસ્કૃતિના વારસાનો અનાદર થાય છે."
આ પણ વાંચો: