ETV Bharat / bharat

ઓડિશામાં આ શું ચાલી રહ્યું છે? એક બાદ એક ટપોટપ 50 હાથીઓના મોતથી મચ્યો ખળભળાટ - ODISHA ELEPHANT

રાજ્યના વન પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રી ગણેશ રામ સિંહ ખુંટિયાએ આ મામલાની તપાસ કરતાં અને દોષિતો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.

આ વર્ષે 50 હાથીઓના મોત
આ વર્ષે 50 હાથીઓના મોત (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 4, 2024, 4:42 PM IST

ભુવનેશ્વરઃ આ વર્ષે ઓડિશામાં એક-બે નહીં પરંતુ 50થી વધુ હાથીઓના અકુદરતી મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. બીજી તરફ તપાસની ધીમી ગતિને કારણે હજુ સુધી આરોપીઓ સામે કોઈ કાર્યવાહી થઈ નથી. આ પછી રાજ્ય સરકાર એક્શનમાં આવી અને તપાસના આદેશ આપ્યા.

રાજ્યના વન પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રી ગણેશ રામ સિંહ ખુંટિયાએ આ મામલાની તપાસ કરતાં અને દોષિતો સામે કડક કાર્યવાહીના આદેશ આપતાં કહ્યું કે, પછી તે શિકારી હોય કે વન કર્મચારી હોય કે અધિકારીઓ કે અન્ય કોઈ હોય, કોઈને પણ બક્ષવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે વિભાગીય સચિવ આ મામલાની તપાસ કરશે અને એક મહિનામાં મંત્રીને રિપોર્ટ સોંપશે.

હાથીઓના રક્ષણ માટે વિવિધ યોજનાઓ, પરંતુ મૃત્યુની સંખ્યા વધી રહી છે
ઓડિશાના વન પર્યાવરણ વિભાગે એક નોટિસ જારી કરીને કહ્યું છે કે, આ વર્ષની શરૂઆતથી રાજ્યમાં 50થી વધુ હાથીઓના મોત થયા છે. આ અત્યંત ચિંતાજનક છે. રાજ્ય સરકાર હાથીઓના અસામાન્ય મૃત્યુને રોકવા માટે અનેક પગલાં લઈ રહી છે. જેમ કે 'ગજસાથી' (હાથી મિત્ર સ્વયંસેવક ટીમ), રેપિડ એક્શન ટીમની, પરંતુ હજુ પણ આવી ઘટનાઓ બની રહી છે.

બેદરકારી સહન કરવામાં આવશે નહીં
વનમંત્રીએ કહ્યું ,કે તમામ વન્ય પ્રાણીઓને સુરક્ષિત વાતાવરણમાં રહેવાનો અધિકાર છે. તેમને કાયદાકીય રક્ષણ પણ મળવું જોઈએ. તેમની સલામતી સુનિશ્ચિત કરવા માટે પૂરતા સાવચેતીના પગલાં લેવા જોઈએ. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ અને જરૂરી પગલું છે. કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં.

વિભાગે મૃત્યુ અંગેની માહિતી છુપાવી હતી
વન વિભાગે આ વર્ષે હાથીઓના મોત અંગે ચિંતા વ્યક્ત કરી છે. રાજ્યના વન વિભાગમાં વન્યજીવોની સુરક્ષા અને સંરક્ષણ માટે 397 ટુકડીઓ કાર્યરત છે. આટલી બધી ટુકડીઓ હોવા છતાં આ વર્ષે અત્યાર સુધીમાં 50થી વધુ હાથીઓના મોત થયા છે. પીસીસીએફ (વન્યજીવ) એ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, યોગ્ય પેટ્રોલિંગ કરવામાં આવતું નથી અને વન્ય પ્રાણીઓની સુરક્ષા પર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી.

આ પણ વાંચો:

  1. ઉત્તરાખંડમાં ગોઝારો અકસ્માત : 36 લોકોના કરુણ મોત, સીએમ ધામીએ સહાયની જાહેરાત કરી
  2. ભાજપ-કોંગ્રેસ પર માયાવતી જોરદાર વરસ્યાઃ કહ્યું- ઝારખંડ-મહારાષ્ટ્રના લોકોને રેવડી નહીં, રોજગારની જરૂર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.