નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં ભારે વરસાદ બાદ હાલમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે, એક દિવસના વરસાદમાં જ સમગ્ર દિલ્હી જળબંબાકાર થઈ ગઈ છે. લ્યુટિયન ઝોનથી લઈને પૂર્વ દિલ્હી, પશ્ચિમ દિલ્હી સુધીના તમામ વિસ્તારોમાં ભારે પાણી ભરાયા છે. દેશના સૌથી મોટા એરપોર્ટ ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર પણ અનેક ભાગોમાં પાણી ભરાઈ જવાના અહેવાલો છે.
દિલ્હી એરપોર્ટ પર દુર્ઘટના: દિલ્હીમાં ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ વનની છતનો એક ભાગ પણ ધરાશાયી થયો હતો જેમાં 1 વ્યક્તિનું મોત થયું છે જ્યારે 7 લોકો ઘાયલ થયા હતા. દત્તા પથ, અરબિંદો માર્ગ, મૂળચંદ, મધુ વિહાર, ભીખાજી કામા પ્લેસ સહિતના વિવિધ વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ જવાના કારણે લોકોને રસ્તા પર ચાલવું મુશ્કેલ બન્યું છે. સૌથી ભયાનક તસવીરો દિલ્હીના મિન્ટો રોડ વિસ્તારમાંથી સામે આવી છે જ્યાં મિન્ટો બ્રિજની નીચે ભરાયેલા પાણીમાં એક ટ્રક અને એક કાર ડૂબી ગઈ.
#WATCH | People wade through water as incessant rainfall causes waterlogging in parts of Delhi; visuals from Safdarjung area, AIIMS. pic.twitter.com/Dkmkizpgj1
— ANI (@ANI) June 28, 2024
દિલ્હીની AIIMS-સફદરજંગ હોસ્પિટલની આસપાસ પાણી ભરાયા, એમ્બ્યુલન્સ ડૂબી ગઈ
સતત વરસાદને કારણે દિલ્હીના સફદરજંગ અને એઈમ્સ વિસ્તારમાં ભારે પાણી ભરાઈ ગયા છે. લોકોને કમર સુધી પાણીમાં ઉંડે સુધી ચાલવાની ફરજ પડી રહી છે. ઘણી જગ્યાએ એમ્બ્યુલન્સ ડૂબી ગઈ છે, જ્યારે એક કાળા રંગનું વાહન હોસ્પિટલ નજીક પાણીમાં સંપૂર્ણપણે ડૂબી ગયેલું જોવા મળે છે. આ સમયે રાહદારીઓ લાચાર જણાય છે. ઊંડા પાણીમાંથી પગપાળા માર્ગ પાર કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.
#WATCH | Delhi: Traffic snarls seen around Sarita Vihar amid waterlogging due to incessant heavy rainfall. pic.twitter.com/c4MnUmnyfv
— ANI (@ANI) June 28, 2024
સંગમ વિહાર વિસ્તારમાં પાણી ભરાવાને કારણે વાહનો ટ્રાફિકમાં અટવાયા છે
સરિતા વિહારઃ સતત ભારે વરસાદને કારણે પાણી ભરાવાને કારણે સરિતા વિહાર વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં.
ITOમાં ડૂબી જવાના આરે વાહનો
દિલ્હીના ITO વિસ્તારની તસવીરો સામે આવી છે જ્યાં પાણી ભરાવાને કારણે ઘણા વાહનચાલકોના વાહનો ડૂબી ગયા હતાં, અહીં અનેક વાહનો અને બસો ફસાયેલી જોવા મળી હતી. અહીંના પોલીસ બેરીકેટ્સ પાણીમાં ડૂબી ગયેલા જોવા મળ્યા છે.
4 વર્ષ પહેલા 2020માં મિન્ટો રોડ પર DTC બસ ડૂબી ગઈ, 2024 સુધી પણ ન બદલાઈ પરિસ્થિતિ
જુની દિલ્હીથી નવી દિલ્હીને જોડતો મિન્ટો બ્રિજ દિલ્હીના પહેલા વરસાદમાં ડૂબી ગયો હતો. શુક્રવારે વહેલી સવારથી દિલ્હીમાં ભારે વરસાદ બાદ, મિન્ટો બ્રિજની નીચે પાણી ભરાઈ જવાને કારણે સાવચેતીના પગલા તરીકે તેને બંધ કરવામાં આવ્યું હતું. કનોટ પ્લેસની બાજુમાં આવેલ મિન્ટો બ્રિજ લગભગ દરેક વરસાદ પછી પાણી ભરાઈ જાય છે. આજે સવારે આ પુલ નીચે ભારે પાણી ભરાઈ જતા એક ટ્રક અને એક કાળી કાર ખાબકી હતી. વર્ષ 2020ની શરૂઆતમાં લાલ રંગની ડીટીસી બસ મિન્ટો બ્રિજ નીચે પાણી ભરાઈ જતાં ડૂબી ગઈ હતી. ગયા વર્ષે, જાહેર બાંધકામ વિભાગ અને સ્થાનિક સંસ્થા MCDએ દાવો કર્યો હતો કે હવે આ પુલ નીચે પાણી એકઠું થશે નહીં. તેમ છતાં શુક્રવારે મિન્ટો બ્રિજ નીચે વરસાદનું એટલું બધું પાણી હતું કે તેમાં એક કાર ડૂબી ગઈ હતી. અગાઉ પણ આ પુલ નીચે પાણી જમા થવાથી એક વ્યક્તિનું મોત થયું હતું.