હરિયાણા: હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પૂરો થવાના ગણતરીના કલાકો પહેલા જ સત્તાધારી ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. રાહુલ ગાંધીની ચૂંટણી રેલીમાં પહોંચીને અશોક તંવર ભાજપ છોડીને કોંગ્રેસનો હાથ મિલાવ્યો છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને એક મોટો ફટકો પહોંચ્યો છે. ભૂતપૂર્વ સાંસદ અશોક તંવર ભાજપ છોડીને કોંગ્રેસમાં સામેલ થયાં છે. મહેન્દ્રગઢ ખાતે કોંગ્રેસની જનસભા દરમિયાન તેઓ રાહુલ ગાંધી અને પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્ર સિંહ હુડ્ડાની હાજરીમાં વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતાં આ તકે, રાહુલ ગાંધીએ કોંગ્રેસનો ખેસ પહેરાવી તેમનું કોંગ્રેસ પક્ષમાં સ્વાગત કર્યું હતું.
#WATCH हरियाणा: भाजपा नेता अशोक तंवर महेंद्रगढ़ में कांग्रेस सांसद और लोकसभा नेता प्रतिपक्ष राहुल गांधी और हरियाणा के पूर्व मुख्यमंत्री भूपेंद्र सिंह हुड्डा की मौजूदगी में कांग्रेस में शामिल हुए।
— ANI_HindiNews (@AHindinews) October 3, 2024
(सौजन्य: कांग्रेस) pic.twitter.com/rQKAizWQaR
અશોક તંવરની ઘરવાપસી: હરિયાણા ચૂંટણી માટે પ્રચાર પૂરો થવાના થોડા કલાકો પહેલા જ અશોક તંવર રાહુલ ગાંધીની રેલીમાં પહોંચ્યા અને કોંગ્રેસમાં જોડાઈ ગયા. અશોક તંવર હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. અશોક તંવરનો રાહુલ ગાંધીના મંચ પર પહોંચવાનો અને પાર્ટીમાં જોડાવાનો વીડિયો કોંગ્રેસ દ્વારા તેના સત્તાવાર હેન્ડલ પરથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરવામાં આવ્યો છે.
કોણ છે અશોક તંવર: અશોક તંવર હિસારથી લોકસભા સાંસદ અને હરિયાણાના કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેમણે પાંચમી ઓક્ટોબર 2019ના રોજ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું અને ત્યાર બાદ તેઓ આપમાં જોડાઈ ગયા હતા.