ETV Bharat / bharat

ગુજરાતથી યાત્રા પર નીકળેલા શ્રદ્ધાળુઓને અયોધ્યાથી મથુરા જતી વખતે નડ્યો અકસ્માત, ત્રણના મોત, 12 ઘાયલ

અયોધ્યાથી મથુરા જતી વખતે બસ ઉભી રહેલી ટ્રોલી સાથે અથડાઈ હતી. પોલીસ ઘાયલોને હોસ્પિટલ લઈ ગઈ હતી.

આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર ગુજરાતના શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત,
આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર ગુજરાતના શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 8, 2024, 12:17 PM IST

Updated : Nov 8, 2024, 12:23 PM IST

ફિરોઝાબાદ: ગુજરાતથી યાત્રા પર નીકળેલા ભક્તોથી ભરેલી બસ શુક્રવારે વહેલી સવારે નસીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર અકસ્માતનો ભોગ બની હતી. અયોધ્યાથી મથુરા વૃંદાવન જતી વખતે બસ ઉભી રહેલી ટ્રોલી સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ સિવાય 12 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલોને જિલ્લા હોસ્પિટલ અને સંયુક્ત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતનો ભોગ બનેલા લોકો ગુજરાતના દાદરા અને નગર હવેલીના રહેવાસી હોવાનું કહેવાય છે.

અધિક પોલીસ અધિક્ષક, ગ્રામીણ, અખિલેશ ભદૌરિયાએ જણાવ્યું કે, આ દુર્ઘટના શુક્રવારે સવારે ફિરોઝાબાદ જિલ્લાની સરહદમાં આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર નસીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. બસ અયોધ્યાથી મથુરા તરફ શ્રદ્ધાળુઓને લઈને જઈ રહી હતી. કંટ્રોલ રૂમમાં માહિતી મળ્યા બાદ યુપેડાના સુરક્ષા અધિકારીઓ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને જિલ્લા હોસ્પિટલ, મેડિકલ કોલેજ સૈફઈ અને શિકોહાબાદની સંયુક્ત હોસ્પિટલમાં મોકલ્યા.

અધિક પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં એક બાળક સહિત ત્રણ લોકોના મોત થયા છે. 12 લોકો ઘાયલ છે, તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ લોકો દાદરા નગર હવેલીના રહેવાસી છે. તે બધા તીર્થયાત્રા પર નીકળ્યા હતા અને વૃંદાવનના દર્શન કરવા અયોધ્યાથી મથુરા જઈ રહ્યા હતા. આગરા-લખનૌ એક્સપ્રેસ વે પરથી અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવીને ટ્રાફિકને સરળ બનાવવામાં આવ્યો છે.

અપડેટ ચાલું છે...

Last Updated : Nov 8, 2024, 12:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.