મુંબઈ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આજે બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાની મિલકતોને અસ્થાયી રૂપે જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ પ્રમાણે અંદાજે રૂ. 97.79 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ મામલે મહારાષ્ટ્ર અને દિલ્હી પોલીસે વન વેરિએબલ ટેક પ્રાઈવેટ લિમિટેડ અને સ્વર્ગસ્થ અમિત ભારદ્વાજ, વિવેક ભારદ્વાજ, અજય ભારદ્વાજ, સિમ્પી ભારદ્વાજ, મહેન્દ્ર ભારદ્વાજ સામે FIR દાખલ કરી છે.
EDએ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી સંદર્ભે નિવેદન જારી કર્યુ છે. જેમાં આ કેસ વિશે માહિતી આપવામાં આવી છે. કુન્દ્રા દંપતિની અટેચ કરેલી મિલકતોમાં જુહુમાં સ્થિત એક ફ્લેટનો સમાવેશ થાય છે જે હાલ શિલ્પા શેટ્ટીના નામે છે. રાજ કુન્દ્રાના નામે પુણેમાં રહેણાંક બંગલો અને ઈક્વિટી શેરને પણ જપ્ત કરવામાં આવ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ મની લોન્ડરિંગનો મામલો છે. મહારાષ્ટ્ર અને દિલ્હી પોલીસે વન વેરિએબલ ટેક પ્રાઈવેટ લિમિટેડ અને સ્વર્ગસ્થ અમિત ભારદ્વાજ, વિવેક ભારદ્વાજ, અજય ભારદ્વાજ, સિમ્પી ભારદ્વાજ, મહેન્દ્ર ભારદ્વાજ સામે FIR દાખલ કરી છે. જેમાં આરોપ છે કે તેઓએ 10 ટકા વળતરના ખોટા વચનો આપ્યા હતા. તેમજ બિટકોઈનના સ્વરૂપે 2017માં રૂ. 6,600 કરોડ જેટલી જંગી રકમ એકત્ર કરવામાં આવી હતી. આ કેસ બાદ એજન્સીએ તપાસ શરૂ કરી હતી. EDએ કુન્દ્રા દંપતિની જપ્ત કરેલ સંપત્તિમાં જુહુમાં સ્થિત એક ફ્લેટનો સમાવેશ થાય છે જે હાલ શિલ્પા શેટ્ટીના નામે છે. રાજ કુન્દ્રાના નામે પુણેમાં રહેણાંક બંગલો અને ઈક્વિટી શેરને પણ જપ્ત કરવામાં આવ્યા છે.