ETV Bharat / bharat

પેટા ચૂંટણીમાં BSP શૂન્ય: આ વખતે પણ ત્રીજા નંબરથી આગળ વધી ના શક્યો હાથી, જાણો વૉટર્સનો મોહભંગ કેમ થઈ રહ્યો છે? - BSP DEFEAT IN UP BY ELECTIONS

UP By-Election Result 2024: ઉત્તરપ્રદેશમાં પેટા ચૂંટણીની તસવીર હવે એક દમ સ્પષ્ટ થઈ ગઈ છે. બસપાને આ વખતે પણ નિરાશા જ હાથ લાગી છે!

બસપા સુપ્રીમો માયાવતી
બસપા સુપ્રીમો માયાવતી (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 23, 2024, 7:14 PM IST

લખનૌ: બહુજન સમાજ પાર્ટીના તારલાઓ સતત સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. દરેક ચૂંટણીમાં બસપા ઉમેદવાર ત્રીજા નંબરે જ રહે છે. છેલ્લી કેટલીય ચૂંટણીઓમાં બસપાના કોઈ પણ ઉમેદવારે બીજા નંબર ઉપર સ્થાન પ્રાપ્ત કર્યું નથી. પેટા ચૂંટણીમાં મોટા દાવાઓ સાથે માયાવતીએ પોતાના ઉમેદવારોને રણમેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ પરિણામ દરેક વખતની જેમ જ રહ્યું. લોકસભા પછી વિધાનસભા અને હવે પેટા ચૂંટણીમાં પણ બસપાની હાલત કથળતી રહી છે. બહુજન સમાજ પાર્ટીને આ પેટા ચૂંટણીમાં એક પણ બેઠક મળી નહીં અને વોટની ટકાવારી પણ સાવ ગગડી ગઈ. હાલત એવી છે કે પેટા ચૂંટણીમાં બસપાના ઉમેદવારે જે પણ વોટ મેળવ્યા છે, તે પોતાના બળ ઉપર મેળવ્યા છે. બસપાના ઉચ્ચ નેતૃત્વ તરફથી કોઈ ખાસ મદદ મળી નથી. પાર્ટીની તરફથી ટિકિટ આપીને એકલા મેદાનમાં છોડી દેવાયા હતા.

બીએસપી સુપ્રીમો સહિત તમામ મોટા નેતાઓએ અંતર જાળવ્યું

બહુજન સમાજ પાર્ટીએ નવ વિધાનસભા બેઠકો ઉપર ઉમેદવારો તરફી માહોલ ઊભો કરવા માટે 40 સ્ટાર પ્રચારક પણ નક્કી કર્યા હતા, પરંતુ મોટા ભાગના સ્ટાર પ્રચારક પાર્ટીના ઉમેદવારોના પક્ષમાં રેલી અથવા જનસભા સુદ્ધાં કરવા મેદાનમાં ઉતાર્યા નહીં. બસપા સુપ્રીમો માયાવતી પોતે પણ એક પણ ઉમેદવાર માટે રેલી અથવા જનસભા કરવા માટે ગયા નહીં. પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને ઉત્તરાધિકારી આકાશ આનંદે પણ ઉત્તરપ્રદેશમાં થનારી આ ચૂંટણીથી અંતર જાળવી રાખ્યું. મોટા નેતાઓના મેદાનમાં ન ઉતરવાને લીધે પાર્ટીને મોટું નુકસાન વેઠવું પડ્યું.

'કમ્ફર્ટ ઝોન'ની બહાર ના નીકળવાનું નુકસાન

રાજકીય જાણકાર, બસપાની ચૂંટણીમાં સતત હાર અને ત્રીજા સ્થાન ઉપર રહેવાનું કારણ માયાવતીને જ ગણે છે. આ વાત કાર્યકર્તા અને બસપાના ખાસ વૉટર્સ પણ કહેવા માંડ્યા છે. રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે માયાવતીની મહત્વાકાંક્ષા પાર્ટીને ભારે પડી રહી છે. માયાવતી બસપામાં કોઈને આગાળ વધવા નથી દેતાં, તમામ અધિકારો પોતાની પાસે જ રાખે છે. માયાવતી સિવાય બસપામાં કોઈ અન્ય ચહેરો છે જ નહીં જે જનતામાં લોકપ્રિય હોય અને તેમના સુખ-દૂ:ખમાંઅ આવીને ઊભા રહે. બસપા સુપ્રીમો પણ ફક્ત ચૂંટણી વખતે જ ક્યારેક ક્યારેક બહાર નીકળે છે. બાકીના દિવસોમાં પોતાના બનાવેલા 'સેફ હાઉસ'માં જ બંધ રહે છે. પેટા ચૂંટણીમાં તો માયાવતીએ એક પણ ચૂંટણીની રેલી કરી નથી એટલું જ નહીં પરંતુ ભત્રીજા આકાશ આનંદને પણ મેદાનમાં ના ઉતાર્યા.

જનતાનો મોહભંગ સત્તાથી અંતર વધવા જવાબદાર

રાજકીય જાણકારોનું માનવામાં આવે તો માયાવતી અથવા બસપાના કોઈ પણ મોટા નેતા દલિત સમાજના કોઈ પણ મુદ્દાને જમીન સ્તરે ક્યારેય નથી ઉઠાવતાં. પ્રદેશના કોઈ પણ ભાગમાં દલિત સમાજ અથવા અન્ય કોઈ પણ વિરુદ્ધ ઘટના કે દુર્ઘટના થાય તો માયાવતી ક્યારેય નથી જતાં. આ સિવાય કોઈ પણ મુદ્દે ક્યારેય રેલી કે ધરણાં પ્રદર્શન નથી કરતાં. ક્યારેક ક્યારેક કેટલાંક લોકોને પોતાના આવાસ કે કાર્યાલય ઉપર જ મળે છે. એ સિવાય છેલ્લા કેટલાક દિવસોથી x પોસ્ટ ઉપર ટિપ્પણી કરવા લાગ્યા છે. લોકસભા ચૂંટણીમાં આકાશ આનંદ થોડું ઘણું કાર્યકર્તાઓ વચ્ચે પોતાનું સ્થાન બનાવવામાં સફળ થઈ રહ્યા હતા પરંતુ ફોઈએ જ પીછેહઠ કરાવી દીધી હતી. જેને લીધે સતત બસપા ગગડતી જાય છે.

મતોની ટકાવારી ઘટી

2022ની વિધાનસભા ચૂંટણીમાં જે ઉમેદવારોએ થોડું સારું પ્રદર્શન કોઈ બેઠક ઉપર કર્યું તો હતું, ત્યાં પણ પેટા ચૂંટણીમાં પાર્ટીની હાલત બગડી ગઈ છે. દરેક બેઠક ઉપર પાર્ટીના મતોની ટકાવારી ઘટી જ છે. કોઈ એવી બેઠક સામે આવી નથી જે બેઠક ઉપર કોઈ પણ ઉમેદવારની ઉપર 2022ની વિધાન સભા ચૂંટણી અને 2024ની ચૂંટણીમાં બહેતર મતની ટકાવારી નોંધાઈ હોય.

2022ની વિધાનસભા ચૂંટણીમાં આવું હતું પાર્ટીનું પ્રદર્શન

વિધાનસભા 2022માં સીસામઉ વિધાનસભા બેઠક ઉપર રજનીશ તિવારીએ ચૂંટણી લડી હતી. 2973 મતો મેળવ્યા હતા અને મતની ટકાવારી 1.88 ટકા રહી હતી. કુંદરકી વિધાનસભા બેઠક ઉપર મોહમ્મદ રિઝવાને 42,742 મતો મેળવ્યા હતા અને 15.73 ટકા મત મળ્યા હતા. મીરાપૂર વિધાનસભા બેઠક ઉપર સલીમ કુરેશીને 23,797 મતો મળ્યા હતા અને 10.98 મતોની ટકાવારી રહી. કરહલ વિધાનસભા બેઠક ઉપર ઉમેદવાર કુલદીપ નારાયણને 15,701 મતો મળ્યા હતા. 6.37 ટકા મતોની ટકાવારી હતી. મઝવાં વિધાનસભા બેઠક ઉપર ઉમેદવાર પુષ્પલતા બિંદ 52,990 મતો મળ્યા હતા અને 21.59 ટકા મતોની પ્રાપ્તિ હતી. કટેહરીથી પ્રતિક પાંડેય મેદાનને 58,482 મતો મળ્યા હતા. મતોની ટકાવારી 23.5 ટકા હતી. ફૂલપુરથી રામતોલન યાદવને 33,026 મતો મળ્યા હતા. 13.35 ટકા ટોટલ મતો મળ્યા હતા. ગાઝિયાબાદથી કૃષ્ણકુમારને 32,691 મતો મળ્યા હતા. મતોની ટકાવારી 13.36 ટકા હતી. ખૈર વિધાનસભા બેઠકથી ચારુ કેનને 65302 મતો મળ્યા હતા. વૉટશેરની ટકાવારી 25.98 હતી.

વિધાનસભા ચૂંટણીમાં મળ્યા ફક્ત 12.88 ટકા મતો

બહુજન સમાજ પાર્ટીએ 2022ની વિધાનસભા ચૂંટણીમાં 403 બેઠકો ઉપર ચૂંટણી લડી હતી, પરંતુ એક જ સીટ જીતવામાં સફળ થઈ હતી. બલિયાની રાસડા વિધાનસભા બેઠક ઉપરથી ઉમાશંકર એકમાત્ર ધારાસભ્ય ચૂંટાયા હતા, જે હાલમાં જ થયેલી રાજ્યસભા ચૂંટણી દરમિયાન બળવો કરી ગયા હતા. 2022 ની વિધાનસભા ચૂંટણીમાં બસપાને માત્ર 12.88 ટકા (1,18,73,137) ટકા જ માંતો મળ્યા હતા. બીજી તરફ 2024 ની લોકસભા ચૂંટણીમાં બસપાનું ખાતું જ ના ખૂલ્યું. લોકસભા ચૂંટણીમાં 79 બેઠકો ઉપર લડનારી બસપાને કુલ 8,233,562 મતો એટલેકે 9.39 ટકા મતો મળ્યા હતા. 2022થી શરૂ થયેલું બસપાનું પતન પેટા ચૂંટણીમાં પણ યથાવત રહ્યું છે.

  1. હેમંત સોરેને ઈતિહાસ રચ્યો, ઝારખંડમાં પહેલીવાર સરકારનું પુનરાવર્તન
  2. ઈન્સ્ટા પર ફોલોઅર્સ 5.6 મિલિયન અને વોટ મળ્યા 155, NOTA જેટલા પણ મત ના મળતા સોશ્યલ મીડિયા પર લોકોએ કરી મજાક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.