હૈદરાબાદ: ગણેશ ચતુર્થી એ ભારતભરમાં ખૂબ જ ધૂમધામથી ઉજવાતો ઉત્સવ છે. આ ઉત્સવ એ માત્ર એક રાજ્યમાં નહીં પરંતુ દેશના મોટા ભાગના રાજ્યોમાં ઉજવવામાં આવે છે. આથી આ મહાઉત્સવની ઉજવણીમાં મોટી તેમજ નાની તમામ બ્રાન્ડ્સ પણ તેમા બાકાત રહી નથી. તેઓ પણ તેમની ક્રિએટિવ રીતે તેમના ગ્રાહકોને શુભેચ્છા પાઠવી રહ્યા છે.
સમય બદલાઈ રહ્યો છે અને એવી જ રીતે વેપાર વાણિજ્યમાં પણ બદલાવ આવી રહ્યો છે. હવે બિઝનેસ માત્ર મોટી મોટી કંપનીઓ જ નહીં પણ નાના એવા સ્ટાર્ટઅપ્સ પણ શરૂ થઈ રહ્યા છે અને આવા બદલાતા સમયમાં બિઝનેસ માટે મહત્વપૂર્ણ એલિમેંટ એવા ગ્રાહક એ સર્વોચ સ્થાને હોય છે. આથી કંપની તેમજ નાના મોટા સ્ટાર્ટઅપ્સ તેમના ગ્રાહક સાથે હંમેશા જોડાયેલા રહેવાનો આગ્રહ રાખતા હોય છે. પરિણામે દેશભરમાં ઉજવાતો ગણેશ ચતુર્થીના 10 દિવસના પર્વ નિમિત્તે આ બ્રાન્ડસ એ અનોખા રીતે તેમના ગ્રાહકોને શુભકામના પાઠવી છે.
ઉબર ઈન્ડિયા જે સમગ્ર ભારતમાં રાઈડ પૂરું પાડતું એક ઓનલાઈન માધ્યમ છે. આ કંપની ગ્રાહકોને એક જગ્યાએથી બીજા સ્થાને પરિવહન માટેની સુવિધા પૂરી પાડે છે જે માટે ટેક્સી બુક કરવા માટે સ્માર્ટફોન દ્વારા સંચાલિત છે. ઉબરે તેમના ટ્વિટર પર પોસ્ટ નાખી હતી જેમાં તેમણે લખ્યું હતું, '1, 2, 3, 4, બાપ્પા ફરી આવી રહ્યા છે એક વાર.'
1,2,3,4, Bappa firse aa rahe hai ek baar!#HappyGaneshChaturthi pic.twitter.com/PftGqTWEEM
— Uber India (@Uber_India) September 6, 2024
Zepto એ ભારતમાં એક ઑનલાઇન કરિયાણાની ચીજવાસ્તુઓની ડિલિવરી કરી આપે છે તે પણ માત્ર છે જે 10-મિનિટમાં. Zepto એ તેમના ટ્વિટર પર મોદકની પોસ્ટ નાખી હતી જેમાં તેમણે લખ્યું હતું, 'મોદક તમને બોલાવી રહ્યા છે.'
Ganpati Bappa is here, and so are the modaks 🤌 #HappyGaneshChaturthi2024 pic.twitter.com/l0eC9gDocV
— Zepto (@ZeptoNow) September 7, 2024
ભારતની હેપીડેન્ટ ઈન્ડિયાની બ્રાન્ડ એ પણ એવી જ રીતે એક પોસ્ટ નાખી છે જય તેમણે લખ્યું છે કે, 'એક દાંત કા આશીર્વાદ દૂર કરે અંધકાર.'
ડોમીનોઝ ઈન્ડિયા દ્વારા ગણેશ ચતુર્થી નિમિત્તે પણ એક પોસ્ટ શેર કરવામાં આવી છે જીએ તેમણે લખ્યું છે, 'ગોઇંગ વેર બાપ્પા ગોસ, એટેલે કે જ્યાં બાપ્પા જાય છે ત્યાં અમે પણ પહોંચી છીએ.'
Happily sharing the spot with modaks as your fav snack today 😻#ganeshchaturthi pic.twitter.com/ywLf3iPw2j
— dominos_india (@dominos_india) September 7, 2024
બલિંકઇટ દ્વારા પણ એક અનોખી પોસ્ટ શેર કરવામાં આવી છે જય તેમણે લખ્યું છે કે, 'બાપ્પાનું મનપસંદ વસ્તુ પહોંચી જ રહી છે.'
ક્યારે છે વિસર્જન દિવસ અને તેનું મુહૂર્ત: તમને જણાવી દઈએ કે ગણેશજીનું આગમન 7 સપ્ટેમ્બરના રોજ થયું હતું જ્યારે તેમનું પાંચમાં દિવસનું વિસર્જન 11 સપ્ટેમ્બરે થશે. જ્યારે 7 દિવસનું વિસર્જન 13 સપ્ટેમ્બર એટલે કે શુક્રવારના રોજ થશે જેનું મુહૂર્ત રાત્રે 12:18 AM થી 04:44 AM (14 સપ્ટેમ્બર) છે. જ્યારે 10 દિવસનું વિસર્જન 16 સપ્ટેમ્બર એટલે કે સોમવારે હશે.
આ પણ વાંચો: