નવી દિલ્હી: પૂર્વાંચલ સમાજમાંથી આવતા દિલ્હી ભાજપના નેતા અને બે વખતના ધારાસભ્ય અનિલ ઝા રવિવારના રોજ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. રવિવારે બપોરે તેમણે પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની હાજરીમાં પાર્ટીની સદસ્યતા લીધી હતી. આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ અનિલ ઝાએ કહ્યું કે, એ મારું સદ્ભાગ્ય છે કે, હું લોકશાહીના રક્ષક અરવિંદ કેજરીવાલથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યો છું.
અરવિંદ કેજરીવાલે પૂર્વાંચલના લોકો માટે કામ કર્યુ: તેમણે કહ્યું કે, તેઓ 32 વર્ષથી અન્ય પાર્ટીમાં રહ્યાં હતા, પરંતુ આજે કેજરીવાલથી પ્રભાવિત થઇને તેઓ તેમની સાથે આવ્યા છે. તેમણે કહ્યું કે, અરવિંદ કેજરીવાલે દિલ્હીની વસાહતોમાં રસ્તા, ગટર, પાણીની પાઈપલાઈન, મોહલ્લા ક્લિનિક, આરોગ્ય શિક્ષણ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. ઝાએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલે દિલ્હીની અંદર પૂર્વાંચલના લોકો, પછાત લોકો અને દલિતો માટે સામાજિક ન્યાયનું માળખું વણ્યું છે. તેમણે કહ્યું કે, અરવિંદ કેજરીવાલે પૂર્વાંચલના લોકો માટે ઘણું કામ કર્યું છે.
#WATCH भाजपा के पूर्व विधायक अनिल झा AAP के राष्ट्रीय संयोजक अरविंद केजरीवाल की मौजूदगी में AAP में शामिल हुए। pic.twitter.com/dX7ZtmlqlN
— ANI_HindiNews (@AHindinews) November 17, 2024
બેરોજગાર લોકો રોજગારી માટે દિલ્હી આવે છે: જ્યારે અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જો દિલ્હીમાં પૂર્વાંચલના નેતાઓની વાત કરીએ તો સૌથી મોટા નેતાઓમાંથી એક અનિલ ઝા છે. કેજરીવાલે કહ્યું કે, જ્યારે ઉત્તર પ્રદેશ અને બિહારમાં અમારા ભાઈ-બહેનોને સારું શિક્ષણ કે રોજગાર નથી મળતી, ત્યારે તેઓ દિલ્હી તરફ વળે છે. તેમણે કહ્યું કે, મોટા ભાગની કાચી વસાહતોમાં સૌથી વધારે પૂર્વાંચલ સમાજના લોકો રહે છે. પૂર્વાંચલ સમાજના લોકો માટે કોંગ્રેસ અને ભાજપ આ 2 પાર્ટીઓએ રાજનીતિ સિવાય કંઇ જ કામ નથી કર્યુ, કાચી વસાહતોમાં ગટર વ્યવસ્થા ન હતી. પીવાનું પાણી ન હતું. આરોગ્યની સુવિધા ન હતી. ઘૂંટણ સુધી પાણી જમા થતું હતું. અમે અહીં વિકાસ કર્યો. રસ્તાઓ બનાવ્યા, ગટરો નાંખી, ડ્રેનેજનું કામ કર્યું, સ્ટ્રીટ લાઇટ આપી, મોહલ્લા ક્લિનિક બનાવ્યા, સારી શાળાઓ બનાવી.
#WATCH AAP के राष्ट्रीय संयोजक अरविंद केजरीवाल ने कहा, " अनिल झा का aap में स्वागत है। अनिल झा पूर्वांचल के सबसे बड़े नेताओं में से एक माने जाते हैं। उत्तर प्रदेश और बिहार से लोग शिक्षा और रोजगार के लिए दिल्ली आते हैं। जब dda गरीबों के लिए घर बनाने में विफल रहा, तो अवैध कॉलोनियां… https://t.co/oRxb1XckDp pic.twitter.com/IIxzlcjv5X
— ANI_HindiNews (@AHindinews) November 17, 2024
1650 વસાહતોમાં પાણીની વ્યવસ્થા: કેજરીવાલે કહ્યું કે, અમે આવી 1650 થી વધુ વસાહતોમાં પાણીની વ્યવસ્થા કરી છે. કેજરીવાલ કહે છે કે, આ કાચી વસાહતોમાં પહેલા કાદવ અને ગંદકીના લીધે લોકોના સંબંધો નહોતા થઇ શકતા, તેમણે કહ્યું કે, અમે દિલ્હીમાં પૂર્વાંચલ સમાજના લોકોને સન્માનજનક જીવન આપ્યું છે. કેજરીવાલે કહ્યું કે, મને ખુશી છે કે, આજે એ જ સમાજના એક મોટા નેતા અમારી પાર્ટીમાં જોડાયા છે. ગત વખતે વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી અને ભાજપના નેતાઓએ દિલ્હીમાં કાચી વસાહતોની નોંધણી કરવાનું વચન આપ્યું હતું, પરંતુ હજુ સુધી નોંધણી થઈ નથી, માત્ર છેતરપિંડી કરી છે.
આ પણ વાંચો: