ભાવનગર : ભાવનગર શહેરની વચ્ચે આવેલા જુના મહિલા કોલેજ સર્કલની દશાૅને લઈને સ્થાનિકો નારાજ છે. મહિલા કોલેજ સર્કલના ગાર્ડનમાં મૂકવામાં આવેલા સાધનો તુટીફૂટી ગયા છે. આ સાથે અન્ય સમસ્યાઓને લઈને સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકા સામે રોષ ઠાલવવામાં આવ્યો હતો. જ્યારે મહાનગરપાલિકા હવે નવનીકરણને સુર વગાડ્યો છે.
મહિલા કોલેજ સર્કલ બગીચાની દશા : ભાવનગર શહેરનો સૌથી જાણીતું અને જૂનું સર્કલ એટલે મહિલા કોલેજ સર્કલ કહેવામાં આવે છે, ત્યારે આ સર્કલમાં બાળકોને રમવાના સાધનો કે બેસવાના બાકડાને લઈને સમસ્યાઓ છે. સાંજે થતાં જ મોટી સંખ્યામાં માતાપિતાઓ પોતાના બાળકોને લઈને સર્કલમાં આવતા હોય છે. સિનિયર સિટીઝનો સવાર સાંજ આવે છે. ત્યારે ભાવનગરના નાગરિક દર્શનભાઈએ જણાવ્યું હતું કે બાળકોને લઈને આવીએ છીએ. પણ અહીંયા આટલો સરસ બગીચો છે પણ અહીંયા બધું હિંચકા છે, સ્લાઈડીંગ છે તૂટેલા જોવા મળે છે. જો સારું હોય તો બાળકો આનંદ મેળવી શકે.
સિનિયર સિટીઝને ઠાલવ્યો આક્રોશ : ભાવનગર શહેરના મહિલા સર્કલમાં સવાર સાંજ સિનિયર સિટીઝનો આવે છે. ત્યારે સર્કલથી રોજ વાકેફ સિનિયર સિટીઝન સુધીરભાઈ જોશીએ જણાવ્યું હતું કે બગીચાને હાલત, હું અહીંયા 1978 થી રહેવા આવ્યો છું. આ બગીચાની હાલત 32 વર્ષથી તેની તે પોઝીશન છે. અહીંયા લાઇટિંગ ગોઠવી દેવામાં આવી છે. પરંતુ બહાર ગોઠવી દેવામાં આવી છે, બગીચામાં અંધારું રહે છે. વૃક્ષો કાપવામાં નથી આવ્યાં, બ્લોક બધાં અનબેલેન્સ છે, ઘણાંં પડે છે અને 108 બોલાવી પડે છે. શૌચાલયની તકલીફ છે, હિંચકાઓ છે પણ તેમાં નાના બાળકોને હીંચકા ખાવા મળતા નથી ઝઘડાઓ થાય છે. કસરતના સાધનો તૂટી ગયેલા છે. ગાર્ડન વિભાગમાં રૂબરૂ ગયો હતો. હવે કોઈ કોર્પોરેટર ધ્યાન આપતા નથી.
મહાનગરપાલિકાનો હવે નવીનીકરણનો સૂર : ભાવનગરના મહિલા સર્કલમાં રમતગમતના સાધનો અને બાંકડાઓ સહિતની દરેક સમસ્યાઓ છેલ્લા દોઢ બે વર્ષથી છે તેમ ત્યાં આવતા સ્થાનિકોનું કહેવું છે. ત્યારે મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે ભાવનગર મહિલા કોલેજ સર્કલમાં નાની મોટી તૂટફૂટ થયેલી છે જે ઇમિનિટીઝ મૂકવામાં આવી હતી તેમાં. પરંતુ મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે તેનું રિનોવેશન થવા જઈ રહ્યું છે, તેનું ટેન્ડર પણ થઈ ગયું છે. આર્કિટેક રાખીને મહિલા કોલેજને ફરી નવીનીકરણ સાથે બનાવવામાં આવનાર છે. જેનો લાભ લોકોને મળશે.