બેંગલુરુ: બેંગલુરુમાં ત્રણ માળની બિલ્ડીંગની છત પરથી પડીને એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જ્યારે તેણીનો આકસ્મિક રીતે સાબુના બાર પર પગ પડ્યો હતો. ત્યારે બીજી છત પર ઉભેલા એક વ્યક્તિએ તેના ફોનમાં આ ચોંકાવનારી ઘટનાને કેદ કરી હતી.
મહિલાના પતિએ તેને છતથી લટકતી જોઈ તેને પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે તેને વધુ સમય સુધી પકડી શક્યો નહીં. આખરે મહિલા નીચે પાર્ક કરેલી બાઇકની હરોળ પર પડી હતી.
આ ઘટના 19 જૂને ડીજે હાલી પોલીસ સ્ટેશન હેઠળના કનક નગરમાં બની હતી. આ ઘટનામાં પીડિત રૂબાઈ (27) ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને તેની વિક્ટોરિયા હોસ્પિટલના આઈસીયુમાં સારવાર ચાલી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આરકે પેલેસ એપાર્ટમેન્ટના ટેરેસ પર પતિ સાથે કામ કરતી રૂબાઈનો પગ અકસ્મિક રીતે સાબુના બાર પર આવતા તે નીચે પડી ગઈ હતી. આ ધટનાનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા આ ઘટનાના વિડિયોમાં રૂબાઈનો પતિ તેને પકડીને છતથી લટકતો જોવા મળે છે, જ્યારે રસ્તા પર અને નજીકની છત પર હાજર ઘણા લોકો આઘાતમાં આ બધું જોઈ રહ્યા છે.
માણસે તેને પકડી રાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ આખરે થોડીક સેકંડ માટે જ તે તેને પકડી શક્યો. ત્યારબાદ મહિલા પાર્ક કરેલા ટુ-વ્હીલર પર પડી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે તેઓ આ ઘટનામાં વધુ માહિતી એકઠી કરી રહ્યા છે અને કોઈ પણ અયોગ્ય વાતને નકારી કાઢવા માટે ચોક્કસ સંજોગો શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.