ETV Bharat / bharat

આજે આ રાશિના લોકોને સ્‍ત્રી સાથે વર્તનમાં સંભાળવું તેમજ પાણી સામે જોખમથી સંભાળવું - Aajnu Rashifal

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

આજનું રાશિફળ
આજનું રાશિફળ (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 22, 2024, 5:01 AM IST

અમદાવાદ : આજે 22 ઓગષ્ટ 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: આજે ચંદ્ર મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ અસ્‍વસ્‍થતા અને બેચેનીમાં પસાર થવાની શક્યતા હોવાથી કામકાજમાં મન ઓછુ લાગે. તબિયતમાં ખાસ કરીને શરદી, કફ, તાવનો ઉપદ્રવ વધી શકે છે. કોઇનું ભલું કરવા જતાં તમારા માથા પર આફત આવી પડે એવું બને તેથી આજે કોઇના જામીન ન થવાની કે પૈસાની લેવડદેવડ ન કરવાની સલાહ આપવામાં આવે છે. મનમાં અગાઉની તુલનાએ ચિંતા અને અજંપો વધુ રહે. કોઈપણ નિર્ણય લેવામાં પણ મુશ્કેલી પડી શકે છે. ટૂંકાગાળાનો લાભ લેવા જતાં નુકસાન ન થાય તેનું ધ્‍યાન રાખવું.

વૃષભ: આજે ચંદ્ર મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ શુભ ફળદાયી નીવડશે. આજે આપને ધનવૃદ્ધિના તેમજ વેપારમાં વધુ આગળ વધવાના યોગ છે. વેપાર અંગેના સોદાઓમાં સફળતા મળશે. નવા સંપર્કો પણ થાય. પરિવારના સભ્‍યો અને મિત્રવર્તુળ સાથે સુખદ ક્ષણોનો અનુભવ થશે. સ્‍ત્રીપાત્ર તરફથી માન- સન્‍માન મળી શકે. ટૂંકા પ્રવાસનું આયોજન શક્ય બને. આજે આપ શ્રેષ્‍ઠ દાંપત્‍યસુખ માણી શકશો. પુત્ર અને પત્‍નીથી આનંદ થાય.

મિથુન: આજે ચંદ્ર મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ શુભ અને અનુકૂળતાભર્યો હશે. પરિવારના સભ્‍યો, ઓફિસમાં સહકર્મચારીઓ અને ઉપરી અધિકારીઓ સાથે સુમેળભર્યા સંબંધો રહેશે. ઉચ્‍ચ હોદ્દેદારોની કૃપાદૃષ્ટિ રહે. સમાજમાં આપનો માન- મરતબો વધે. નોકરીમાં બઢતીના યોગ જણાય છે. મિત્રો- સ્‍નેહીજનો તરફથી આપને ભેટ- સોગાદ મળે. ગૃહસ્‍થજીવનમાં માધુર્ય વ્‍યાપી રહે. શારીરિક સ્‍વાસ્‍થ્‍ય સારું રહેશે. સાંસારિક જીવન આનંદમય રહે.

કર્ક: આજે ચંદ્ર મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. દિવસે આપ ધાર્મિક કાર્યો, દેવદર્શન વગેરેમાં વ્‍યસ્‍ત રહેશો. ધાર્મિક સ્‍થળની મુલાકાતથી આપ આનંદ પામશો. પરિવારજનો, સહોદરો સાથે આનંદપૂર્વક સમય પસાર થાય નાનું પ્રવાસ પર્યટન પણ થઇ શકે. શરીર સ્‍વાસ્‍થ્‍ય સારું રહેશે અને મન પણ ચિં‍તારહિત રહે. નોકરિયાતોને નોકરીમાં લાભ થાય. આકસ્મિક ધનલાભ થાય. કોઇ વિશેષ પ્રસંગથી આપના ભાગ્‍યમાં સારું પરિવર્તન આવે.

સિંહ: આજે ચંદ્ર મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. આજનો દિવસ સંભાળીને ચાલવાની સલાહ આપવામાં આવે છે કારણ કે આજે આપની સમક્ષ થોડી પ્રતિકૂળતાઓ આવવાની સંભાવના છે. તબિયતની બાબતમાં આજે આપે વિશેષ ધ્‍યાન આપવાની જરૂર છે. માંદગીના કારણે દવાખાનામાં ખર્ચ કરવો પડે. આ ખર્ચ આકસ્મિક પણ હોઈ શકે છે. પરિવારના સભ્‍યો સાથે સંભાળીને રહેવું. આજે શક્ય હોય ત્યાં સુધી કોઈપણ નવા કામ કરવાના બદલે થોડો આરામ લઈને મન પ્રફુલ્લિત થાય તેવા કાર્યોમાં ધ્યાન આપવું અને કાયદા વિરોધી કોઈપણ કાર્યોથી દૂર રહેવું. ઇશ્વરનું સ્‍મરણ અને આધ્યાત્મિકતા આજે આપને ખૂબ જ શાંતિ આપશે.

કન્યા: આજે ચંદ્ર મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ અનુકૂળતા ભર્યો રહેશે. જીવનસાથી સાથે આપ નિકટતાની ક્ષણો માણી શકશો. દાંપત્‍યજીવનમાં મધુરતા રહેશે. વિજાતીય પાત્રો તરફ આકર્ષણ અનુભવશો. સામાજિક અને જાહેરક્ષેત્રે આપની માન પ્રતિષ્‍ઠામાં વૃદ્ધિ થશે. ભાગીદારો સાથેના સંબંધો સુમેળભર્યા રહે. ઉત્તમ ભોજન અને વસ્‍ત્રો, દાગીના તેમજ વાહનોની પ્રાપ્તિ થાય.

તુલા: આજે ચંદ્ર મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. સુખદાયક બનાવો બને. કાર્યમાં યશ અને સફળતા મળશે. આરોગ્‍ય જળવાશે. જરૂરી કામ પાછળ જ ખર્ચ થાય. નોકરીમાં સિદ્ધિ અને સફળતા મળે મોસાળપક્ષ તરફથી સમાચાર આવે. આર્થિક લાભની સંભાવના રહે. સહકર્મચારીઓ અને હાથ નીચેના નોકરવર્ગનો સાથ સહકાર મળશે.

વૃશ્ચિક: આજે ચંદ્ર મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. આજે આપના ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ જળવાય. આપનું શારીરિક તેમજ માનસિક આરોગ્‍ય પણ સારું રહે. જરૂરપૂર્વકનો જ ખર્ચ થાય. બીમાર વ્‍યક્તિની તબિયતમાં સુધારો થતો જણાય. હરીફો અને શત્રુઓ પર વિજય મેળવશો. ઓફિસમાં સહકાર્યકરોનો સારો સાથ સહકાર મેળવી શકશો. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય. મોસાળમાંથી સમાચાર મળે. નાણાંકીય લાભ મળે. અટવાયેલાં કાર્યો પૂર્ણ થાય.

ધન: આજે ચંદ્ર મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. આપને યાત્રા- પ્રવાસ ન કરવાની સલાહ આપવામાં આવે છે. આજે પેટને લગતી બીમારીઓની સમસ્‍યા ઉભી થઈ શકે છે માટે ભોજનમાં અતિશયોક્તિ ટાળવી. સંતાનોના આરોગ્‍ય કે અભ્‍યાસ વિશેની બાબતોમાં વધુ વ્યસ્ત રહેશો. કાર્ય સફળતા ઓછી મળે તો પણ નિરાશ થયા વગર પ્રયત્નો ચાલુ રાખવાની સલાહ છે. ગુસ્‍સાની લાગણી પર કાબુ રાખવો. કલ્‍પનાના તરંગો મનમાં ઉઠે. સાહિત્‍ય, કલા પરત્‍વે આજે રૂચિ રહે. પ્રિયપાત્ર સાથેની રોમાંચક ક્ષણો માણી શકશો. પ્રણય પ્રસંગો સર્જાય. વાટાઘાટો કે બૌદ્ધિક ચર્ચાથી દૂર રહેવું.

મકર: આજે ચંદ્ર મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. આજના દિવસ દરમ્‍યાન આપ આપની મનોસ્થિતિ અને શારીરિક સ્‍વસ્‍થતા બહુ સારી ન હોય. પરિવારમાં કલેશનું વાતાવરણ ટાળવાનો અને વધુ સૌહાર્દ જળવાઈ રહે તેવો પ્રયાસ કરજો. શરીરમાં સ્‍ફૂર્તિ કે તાજગી અપેક્ષા કરતા ઓછી રહે. આપ્‍તજનો સાથે મનદુ:ખના પ્રસંગો ટાળવા માટે નમતું જોખવાની નીતિ રાખવી. આરોગ્ય બાબતે ખાસ કરીને છાતીના દર્દોમાં સાચવવું. સુખપૂર્વક નિદ્રા ના માણી શકો તેવી પણ શક્યતા રહે. જાહેરમાં માનભંગ થાય તેવા કોઈપણ કાર્યોથી દૂર રહેવું. સ્‍ત્રી સાથે વર્તનમાં સંભાળવું તેમજ પાણી સામે જોખમથી સંભાળવું. માનસિક ઉદ્વેગ અને પ્રતિકૂળતાઓમાં વધારો થવાથી સતત બેચેનીમાં આપનો દિવસ પસાર થાય.

કુંભ: આજે ચંદ્ર મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. આજે આપ માનસિક રીતે ઘણી હળવાશ અનુભવશો. આપના મન પર છવાયેલા ચિંતાના વાદળ દૂર થતાં આપના ઉત્‍સાહમાં વધારો થશે. ઘરમાં ભાઇબહેનો સાથે મળીને કોઇ આયોજન હાથ ધરશો. તેમની સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો. ચિત્તમાં પ્રસન્‍નતા રહે. મિત્રો- સ્‍વજનો સાથે મુલાકાત થાય. નાનકડો પ્રવાસ પણ થઇ શકે. હરીફો સામે વિજય મળે. ભાગ્‍યવૃદ્ધિ થાય. પ્રિયતમાના સંગાથથી આનંદ અનુભવશો.

મીન: આજે ચંદ્ર મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. આનંદ ઉત્‍સાહ અને તન- મનની પ્રફુલ્લિતતા આપના દિવસમાં ચેતના અને સ્‍ફૂર્તિ ભરશે. નવું કામ હાથમાં લેશો તો તેમાં સફળતા મળશે. ધાર્મિક પ્રસંગો કે માંગલિક પ્રસંગોમાં જવાનું થાય. મનમાં કોઇ નિર્ણય લેતાં દ્વિધા અનુભવો તો નિર્ણય મોકૂફ રાખવાની સલાહ છે. પરિવાર સાથે મિષ્‍ટાન્‍ન ભોજનનો આનંદ મળશે. પ્રવાસ થાય. દાંપત્‍યજીવન આનંદમય રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.