ETV Bharat / bharat

આજે આ રાશિના લોકોને નાણાકીય લાભની સંભાવના છે - Aajnu Rashifal - AAJNU RASHIFAL

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 9, 2024, 5:02 AM IST

અમદાવાદ : આજે 09 ઓગષ્ટ 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: ચંદ્ર આજે કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આપનો આજનો દિવસ આનંદ- પ્રમોદમાં વીતશે. આજે આપને કોઈપણ પ્રકારે આર્થિક લાભ થાય અથવા તો આર્થિક યોજનાઓ ઘડી શકો. વ્‍યવસાયમાં પણ પ્‍લાનિંગ થાય. આજે વધુ લોકો સાથે સંપર્ક કરવાનું બને. આજે અન્‍ય લોકો સાથે કોમ્‍યુનિકેશન વધારે રહે. બૌદ્ધિક કાર્યોમાં જોડાવું પડે. આજે ટૂંકા પ્રવાસની સંભાવના છે. આપ અન્‍ય લોકોના લાભાર્થે કોઇ સેવાકાર્ય કરો. તન- મન પ્રફુલ્લિત રહેશે. એકંદરે આપનો આજનો દિવસ આનંદ પ્રમોદમાં પસાર થશે.

વૃષભ: ચંદ્ર આજે કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપને ભાષણ, મીટીંગ કે વાદવિવાદમાં સારી સફળતા મળે. આપની વાણી કોઇને મોહિત કરે અને તે આપ માટે લાભકારી નીવડે. આપની વાણીનું સૌમ્‍યપણું નવા સંબંધો બાંધવામાં સેતુ બને. વાંચન- લેખનમાં આપને અભિરૂચિ વધશે. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે. આજે મહેનતના પ્રમણમાં અલ્‍પ પરિણામ મળે. એમ છતાં આપ ખંતપૂર્વક આપના કામમાં આગળ વધી શકશો. આજે આપને તબિયતનું ધ્યાન રાખવાની સલાહ છે.

મિથુન: ચંદ્ર આજે કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આપને આજે વધુ પડતા લાગણીશીલતા અને સંવેદનશીલતામાં ન તણાઇ જવાની સલાહ છે. આ ઉપરાંત સ્‍ત્રી વર્ગથી સાવચેત રહેવાની પણ ચેતવણી આપવામાં આવે છે. પાણી તથા અન્‍ય પ્રવાહી પદાર્થોથી પણ કાળજી રાખવી. કોઇ અગત્‍યના નિર્ણયો મનમાં દ્વિધાઓ ઉત્‍પન્‍ન થવાને કારણે ન લઇ શકો. વધારે પડતા વિચારોથી માનસિક થાક અનુભવાય. અનિદ્રાના કારણે શરીરમાં અસ્‍વસ્‍થતા અનુભવાય. વાદવિવાદ કે ચર્ચા ખાસ કરીને કુટુંબને લગ્‍તી કે મિલકતને લગતી બાબતો વિશેની ચર્ચા ટાળવી. આજે પ્રવાસ ન કરવો.

કર્ક: ચંદ્ર આજે કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. વર્તમાન દિવસે આપને કોઇ ભાઇભાંડુઓથી લાભ અને આનંદ મળશે. દોસ્‍તોની મહેફિલ અને સ્‍વજનોના સંગાથનો ભરપૂર આનંદ માણશો. રમણીય સ્‍થળે પ્રવાસ- પર્યટન પર જવાની શક્યતા છે. આપના દરેક કાર્યમાં સફળતા મળશે. પ્રતિસ્‍પર્ધીઓને મહાત કરી શકશે. પ્રિયપાત્રનો મનગમતો સંગાથ મળે. લાગણીસભર સંબંધોના બંધનમાં સુખનો અનુભવ કરશો. ભાગ્‍યવૃદ્ધિના પ્રસંગો બને. સમાજમાં આપનો માન મોભો વધે. નાણાકીય લાભની સંભાવના છે.

સિંહ: ચંદ્ર આજે કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. લાંબા આયોજનો અને તે અંગેના વધુ પડતા વિચારો આજે આપને દ્વિધાયુક્ત મનોસ્થિતિમાં મૂકી દેશે. તમારે વર્તનમાં વ્યવહારુતા લાવવી પડશે. દરેક બાબતને લાગણીમાં આવ્યા વગર વિચારવી પડશે. જોકે, આવી સ્થિતિમાં પણ પરિવારજનો સાથે કુટુંબમાં સુમેળભર્યા વાતાવરણમાં તમે હળવાફુલ થઇ જશો. દૂરના સ્‍થળે સંદેશ વ્‍યવહારથી આપને ફાયદો થાય. વધારે પડતા ખર્ચથી સાચવવું. સ્‍ત્રી મિત્રો સાથે આનંદપૂર્વક સમય વીતે અને તેમનો સાથ સહકાર પણ તમને મળી શકશે. આજે આપને નિર્ધારિત કાર્યમાં સફળતા માટે પ્રયાસો વધારવા પડશે. એકંદરે દિવસ મધ્‍યમ રહેશે.

કન્યા: ચંદ્ર આજે કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આપનો આજનો દિવસ એકંદરે સારી રીતે પસાર થશે. તન અને મન પ્રસન્‍ન રહેશે. મિત્રો- સ્‍નેહીઓ સાથે તાજગીસભર ઉલ્‍લાસપૂર્ણ મિલન થાય. સુંદર ભોજન અને દાંપત્યસુખની પ્રાપ્તિથી આપ સંતોષ અનુભવો. આનંદદાયક પ્રવાસની શક્યતા છે.

તુલા: ચંદ્ર આજે કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. ક્રોધને વશમા રાખશો તો આજે કોઇ સાથે ઝગડો કે તકરાર ટાળી શકશો. કુટુંબના સભ્‍યો સાથે પણ કોઇ બાબતે વાણી અને વ્યવહારમાં વિનમ્રતા અને સહકારની ભાવના રાખવી. સ્‍વાસ્‍થ્‍ય સારું જળવાઈ રહે તે માટે ભોજન અને આરામમાં નિયમિતતા જાળવવી. વિશેષ કરીને આંખોને લગતી તકલીફ હોય તેમણે સાચવવું. અકસ્‍માતથી સંભાળવું. કોર્ટકચેરીના કામકાજો શક્ય હોય ત્યાં સુધી આજે છંછેડવા જેવા નથી. આધ્યાત્મિકતા અને ઇશ્વરભક્તિથી મનને શાંતિ મળશે.

વૃશ્ચિક: ચંદ્ર આજે કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. વર્તમાન સમય આપના માટે લાભકારી અને શુભફળ આપનારો રહે. આપને સાંસારિક જીવનનો સુખદ અનુભવ થાય. લગ્‍ન કરવા ઇચ્‍છતા યુવક- યુવતીઓ માટે લગ્‍નના યોગ સર્જાય. નોકરી વ્‍યવસાયમાં વિશેષ લાભ થાય. સ્‍ત્રી મિત્રો થકી ફાયદો થાય. નોકરીમાં ઉચ્‍ચ અધિકારીઓ સાથેના કામની કદર કરશે. મિત્રો સાથેના કામની કદર કરશે. મિત્રો સાથે મુલાકાત અને રમણીય સ્‍થળે પર્યટન પર જવાની શક્યતા છે.

ધન: ચંદ્ર આજે કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આપનો આજનો દિવસ શુભ ફળદાયક રહે. આપના ગૃહસ્‍થજીવનમાં આનંદ પ્રાપ્‍ત થશે. દરેક કાર્યમાં સફળતા મળે. ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટિ આપના પર રહે. પિતા અને વડીલ વર્ગ તરફથી લાભ થાય. વ્‍યવસાયના કાર્ય અર્થે પ્રવાસ થાય. પદોન્‍નતિ થાય. આર્થિક આયોજનો ખૂબ સારી રીતે પાર પાડી શકો.

મકર: ચંદ્ર આજે કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આપનો આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. બૌદ્ધિક કાર્યો અને વ્‍યવસાયમાં આપ નવી વિચારસરણી અપનાવશો તેમજ લેખન સાહિત્‍યને લગતી બાબતોમાં આપની સર્જનશક્તિ વિકસશે. આપની માનસિક પરિસ્થિતિ બહુ સારી ન રહે માટે વધુ પડતું કામનું ભારણ ટાળીને શોખ પુરા થાય તેવા કાર્યોમાં પણ ધ્યાન આપવું. સંતાનોના પ્રશ્નો તમને મુંઝવશે. ખોટા ધનવ્‍યાપથી બચવું. માનસિક અજંપો અનુભવો. નાનકડા પ્રવાસની શક્યતા છે. રાજકીય મુશ્‍કેલીઓ નડે. પ્રતિસ્‍પર્ધીઓ સાથે વાદવિવાદ ટાળવો.

કુંભ: ચંદ્ર આજે કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપને અનૈતિક કૃત્‍યોથી દૂર રહેવું તેમજ કોઇપણ વસ્‍તુને સકારાત્‍મક દૃષ્ટિકોણથી જોવી. ખર્ચ વધવાના પરિણામે નાણાંભીડ રહે. ગુસ્‍સાની લાગણી પર કાબૂ રાખવો પડશે કારણ કે થોડુગણું પણ કામનું ભારણ વધશે તો પણ તમે અકળાઇ જાવ તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં ધીરજ અને સંયમ રાખવાની સલાહ છે. આર્થિક તંગીથી બચવા માટે શક્ય હોય ત્યાં સુધી બિનજરૂરી ખર્ચ ટાળવા. શારીરિક અને માનસિક સ્‍વસ્‍થતા માટે આધ્યાત્મિક બાબતોમાં ધ્યાન આપી શકો છો.

મીન: ચંદ્ર આજે કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. વર્તમાન સમય દરમ્‍યાન આપ મનોરંજન અને મોજશોખમાં રચ્‍યાપચ્‍યા રહેશો. લેખક, કસબીઓ અને કલાકારોને પોતાની પ્રતિભા પ્રગટ કરવા મોકળું મેદાન મળશે. વ્‍યવસાયમાં ભાગીદારી માટે ઉત્તમ સમય છે. સ્‍વજનો, દોસ્‍તારો સાથે પર્યટનની મોજ માણી શકશો. પતિ- પત્‍નીના દાંપત્‍યજીવનમાં નિકટતા અને મધુરતા આવે. જાહેરજીવનમાં ખ્‍યાતિ મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.