ETV Bharat / bharat

આજે આ રાશિના લોકોએ ગુસ્‍સાની લાગણીને કાબૂમાં રાખવી પડશે

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે. વાંચો આજનું રાશિફળ.

આજનું રાશિફળ
આજનું રાશિફળ (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 2 hours ago

અમદાવાદ : આજે 7 નવેમ્બર 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: આજે ચંદ્ર ધન રાશિમાં છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર રહેશે. આપે જોખમકારક વિચાર વર્તન અથવા તો આયોજનથી દૂર રહેવું પડશે. શરીરમાં થાક, આળસ, કંટાળાની લાગણી રહે. સ્‍વાસ્‍થ્‍ય નરમગરમ રહે. કાર્ય સફળતા ઓછી મળે. પ્રતિસ્‍પર્ધીઓ સાથે વાદવિવાદ ટાળવો. મધ્‍યાહન બાદ આપની પરિસ્થિતિમાં બદલાવ આવે. આર્થિક યોજનાઓ સારી રીતે હાથ ધરી શકે. વેપાર અર્થે પ્રવાસ થાય. અન્‍ય લોકોને મદદરૂપ થવાનો પ્રયત્‍ન કરશો.

વૃષભ: આજે ચંદ્ર ધન રાશિમાં છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર રહેશે. આપને સરકાર-વિરોધી કાર્ય કે પ્રવૃત્તિઓથી દૂર રહેવાની સલાહ છે. નવા કામની શરૂઆત ન કરવી. આપની તંદુરસ્‍તી સાચવવાની સલાહ છે. મનમાં બેચેની ટાળવા માટે આધ્યાત્મનો સહારો લઈ શકો છો વાણી અને વર્તનમાં જેટલો સંયમ હશે એટલી સંબંધોમાં નીકટતા વધારી શકશો. વ્‍યવસાયમાં સ્પર્ધાનો સામનો કરવા તૈયાર રહેવું. આજે ભાગ્‍યના ભરોસે વધુ પડતા બેસી રહેવું નહીં. નોકરીમાં ઉપરી વર્ગથી સાથે સંભાળીને વાત કરવી. સંતાનો સંબંધિત બાબતોમાં તમારો ઘણો સમય વીતિ જશે.

મિથુન: આજે ચંદ્ર ધન રાશિમાં છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર રહેશે. આપનો વર્તમાન સમય સુખશાંતિથી પસાર થશે. આજે રોજબરોજનાં કાર્યોમાં ન ગૂંથાતાં આપ મનની હળવાશ માટે મનોરંજનનો સહારો લેશો. સ્‍નેહીજનો અને મિત્રો સાથે પર્યટન- હોટેલ કે સિનેમા- નાટકમાં હળવી પળ માણશો, પરંતુ બપોર પછી મન ચિંતાગ્રસ્‍ત બનશે. આપનામાં સંવેદનશીલતાનું પ્રમાણ વધશે. ક્રોધને વશમાં રાખવો. તબિયત સાચવવી.

કર્ક: આજે ચંદ્ર ધન રાશિમાં છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર રહેશે. નોકરી વ્‍યવસાયના સ્‍થળે અનુકૂળ વાતાવરણ રહેશે. મોસાળ પક્ષ તરફથી સમાચાર મળશે. હરીફોના હાથ હેઠા પડે. કુટુંબમાં આનંદનો માહોલ રહે. શારીરિક માનસિક સ્‍વસ્‍થતા રહે. બૌદ્ધિક તાર્કિક વિચારોના આદાનપ્રદાન માટે સારો સમય છે. વિજાતીય વ્‍યક્તિઓના સંગાથથી આપ આનંદિત રહેશો. જાહેર માન- સન્‍માન મળે. સુરૂચિપૂર્ણ ભોજન મળે. ભાગીદારીમાં લાભ થાય.

સિંહ: આજે ચંદ્ર ધન રાશિમાં છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર રહેશે. આપનો આજનો દિવસ પ્રણય પ્રસંગો માટે અનુકૂળ છે. પ્રિયપાત્ર સાથેનું મિલન આપને રોમાંચિત કરશે. ગુસ્‍સાની લાગણીને કાબૂમાં રાખવી પડશે. પેટ સંબંધી બીમારીઓ થાય. મધ્‍યાહન બાદ કુટુંબમાં આનંદ અને ઉલ્‍લાસનું વાતાવરણ રહેશે. આપ પણ સ્‍ફૂર્તિનો અનુભવ કરશો. નોકરીમાં લાભ થાય. સહકાર્યકરો કામમાં સાથ આપે. હરીફો પરાજિત થાય.

કન્યા: આજે ચંદ્ર ધન રાશિમાં છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપનામાં ચેતના અને સ્‍ફૂર્તિ જાળવવા માટે મેડિટેશન, આધ્યાત્મિક વાંચન અને મનોરંજનને લગતી પ્રવૃત્તિમાં વધુ ધ્યાન આપવાની સલાહ છે. કુટુંબમાં મનદુખ ટાળવા માટે દરેક સભ્‍યોની જરૂરિયાતો સમજવાનો અને તે પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો. જાહેરજીવનમાં અતિ સક્રિયતાના બદલે પોતાની દુનિયામાં રહેવાનો આગ્રહ રાખજો. ધન ખર્ચ માટે તૈયારી રાખજો તેમજ ગુસ્સાને અંકુશમાં રાખજો. કામમાં સફળતા મેળવવા માટે સામાન્ય કરતા વધુ પ્રયાસ કરવા પડે. પ્રિયપાત્ર સાથે મુલાકાત થાય. બાળકોના પ્રશ્નો શાંતિ અને ધીરજ રાખીને ઉકેલી શકશો. શક્ય હોય તો મુસાફરી ટાળવી અથવા વધુ સાવધાનીપૂર્વક કરવી.

તુલા: આજે ચંદ્ર ધન રાશિમાં છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર રહેશે. નવા કામની શરૂઆત કરવા માટે આજે શુભ દિવસ છે. પ્રિયપાત્ર સાથેનું મિલન આનંદદાયક રહેશે. ભાગ્‍યવૃદ્ધિ થાય. જાહેર માન- સન્‍માન વધે. પરંતુ બપોર પછી આપનું મન ઉદાસી અનુભવશે. શારીરિક અસ્‍વસ્‍થતા અનુભવાય. પરિવારના વાતાવરણમાં કલેશ ઊભો થાય. વાહન- મિલકતના દસ્‍તાવેજો કરવામાં સાવચેતી રાખવી.

વૃશ્ચિક: આજે ચંદ્ર ધન રાશિમાં છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપના નિર્ધારિત કાર્યો પાર પાડવા માટે મહેનત વધારવી પડશે. આજે કોઇ મહત્‍વના કામ કે નિર્ણયો લેવામાં બીજાની મદદ લેવાની સલાહ આપવામાં આવે છે. પારિવારિક વાતાવરણ શાંત અને સુલેહભર્યું રાખવા માટે પણ પ્રયાસો કરવા પડે. જોકે, મધ્‍યાહન બાદ ભાઇબહેનો સાથે આનંદપૂર્વક સમય પસાર થાય. પ્રતિસ્‍પર્ધીઓને પરાજિત કરી શકશો. શારીરિક- માનસિક આરોગ્‍ય જળવાશે. મુસાફરી થાય. આપના જીવનમાં આધ્યાત્મિકતાનો સ્‍પર્શ થશે.

ધન: આજે ચંદ્ર ધન રાશિમાં છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર રહેશે. વર્તમાન સમયમાં આપને આર્થિક લાભ મળવાના સંકેત છે. આપને સગાં- સ્‍નેહીમાં કોઈ માંગલિક પ્રસંગમાં જવાનું થાય. ધાર્મિક સ્‍થળની મુલાકાતના યોગ છે. દાંપત્‍યજીવનમાં સુખ અને આનંદ મળે. મધ્‍યાહન બાદ પરિવારના સભ્‍યો સાથે કોઈક મુદ્દે ગેરસમજ થઈ શકે છે. આપે કરેલા કાર્યનું ફળ મળવામાં થોડો વિલંબ થાય તેવી શક્યતા છે માટે રાહ જોવાની તૈયારી રાખવી. આપનું મન એક ચોક્કસ નિર્ણય લેવાની સ્થિતિમાં નહીં હોય માટે બીજાની મદદ લેવાની સલાહ છે.

મકર: આજે ચંદ્ર ધન રાશિમાં છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર રહેશે. આપને કોર્ટકચેરીમાં કોઇના જામીન કે સાક્ષી ન થવાની સલાહ છે તેમજ કોર્ટના કાર્યોથી આજે દૂર રહેવું આપના માટે હિતકારી છે. શારીરિક તંદુરસ્‍તીની પણ વધુ કાળજી લેવી જરૂરી છે. વાણી વર્તનમાં મહત્તમ મીઠાશ રાખવાનથી તમે ઘણા કાર્યો પાર પાડી શકો છો. કામ કરવામાં અને વાહન ચલાવવામાં અતિ જોખમી વલણ રાખવાના બદલે શાંતિ અને ધીરજ રાખવી. મધ્‍યાહન બાદ સ્‍વાસ્‍થ્‍યમાં સુધારો થતો જણાશે. મનમાં પ્રસન્‍નતા છવાશે. પરિવારનું વાતાવરણ સુધરશે. ધર્મધ્‍યાનમાં કાર્યો કરો. આપના મનમાં દયાભાવના વધશે. તેથી પરોપકારનું સત્‍કાર્ય કરશો.

કુંભ: આજે ચંદ્ર ધન રાશિમાં છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર રહેશે. આજનો દિવસ આપના માટે લાભકારી નીવડશે. સામાજિક અને આર્થિક ક્ષેત્રે પ્રગતિ સાધી શકશો. અપરિણિત યુવક યુવતીઓ માટે લગ્‍નયોગ છે. સ્‍ત્રીમિત્રો આજે લાભદાયક પુરવાર થશે. પરંતુ મધ્‍યાહન બાદ તબિયતની વધુ કાળજી લેવાની સલાહ છે. પરિવારમાં મનદુ:ખથી વાતાવરણ ડહોળાય. નાણાં ખર્ચ વધશે. અદાલતના કામકાજથી બચવું. સ્‍વભાવમાં ઉગ્રતા અને ગુસ્‍સો રહે. તેથી સંભાળીને વર્તન કરવું.

મીન: આજે ચંદ્ર ધન રાશિમાં છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપના વિચારોમાં વધુ દૃઢતા આવશે. નોકરીમાં ઉપરી અધિકારીઓથી લાભ થાય. હોદ્દામાં બઢતી મળે. બિઝનેસ અંગેનું આયોજન થાય. પરિવારમાં સુખશાંતિ રહે. પિતા કે વડીલ વર્ગ તરફથી લાભ થાય. આર્થિક સામાજિક અને પારિવારિક દૃષ્ટિએ આપના માટે લાભકારક દિવસ છે. મિત્રો સાથે રમણીય સ્‍થળે પ્રવાસનું આયોજન થશે. સ્‍ત્રી મિત્રોથી લાભ થાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.