આગ્રા: તાજનગરીના ટ્રાન્સ યમુના પોલીસ સ્ટેશન વિસ્તારના તેઢી બગિયામાં એક હોટલના બીજા માળની બાલ્કનીમાંથી એક કિશોરીએ છલાંગ લગાવી દીધી હતી. જેના કારણે તેના બંને પગમાં ઈજા થઈ હતી. આરોપ છે કે, એક મહિલા અને એક યુવક તેને હોટલમાં લઈને પહોંચ્યા હતા. તેઓ કિશોરી પર દેહવ્યાપાર કરવાનું દબાણ કરી રહ્યા હતા. િશોરીએ પોતાને તેમના ચુંગાલમાંથી બચાવવા માટે આ કર્યું. કિશોરી આસામની રહેવાસી છે. પોલીસે તેના પરિવારજનોને ઘટના અંગે જાણ કરી છે.
ટ્રાન્સ યમુના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ભાનુ પ્રતાપ સિંહે જણાવ્યું કે આસામની 17 વર્ષની એક કિશોરી પોતાના પરિવારથી નારાજ થઇને 1 ડિસેમ્બરે ઘર છોડીને ચાલી ગઈ હતી. તે ગુવાહાટી સ્ટેશન પર એક મહિલાને મળી હતી. તે તેને પોતાની સાથે ટુંડલા સ્ટેશન લઈ આવી હતી. ટુંડલા સ્ટેશન પર મહિલા સાથે એક યુવક હાજર હતો. અહીંથી તે બન્ને કિશોરીને પોતાની સાથે આગરાની એક હોટલમાં લઇ ગયા હતા.
પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ ભાનુ પ્રતાપ સિંહના જણાવ્યા અનુસાર, કિશોરીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે, હોટલમાં મહિલા અને તેનો સાથી યુવકે ખોટું કામ કરાવવાની કોશિશ કરી હતી. કિશોરીએ વિરોધ કર્યો તો તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો. આ પછી, પોતાને તેમના ચુંગાલમાંથી બચાવવા માટે, તેણે હોટલની બાલ્કનીમાંથી છલાંગ લગાવી હતી. જોકે, કિશોરી પડોશમાંની દુકાનની છત પર ફસાઈ ગઈ હતી. કિશોરીની ચીસો સાંભળીને સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. યુવતીના બંને પગમાં ઈજાઓ છે. પણ તેના પગમાં કોઈ ફ્રેક્ચર નથી.
પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ભાનુ પ્રતાપ સિંહના જણાવ્યા અનુસાર, કિશોરીએ આપેલા નામ અને સરનામાના આધારે પરિવારજનોને માહિતી આપવામાં આવી છે. પરિવારના સભ્યોના આગમનની રાહ જોવાઈ રહી છે. આરોપી મહિલા અને તેની સાથે આવેલા યુવકની ઓળખ માટે હોટલના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. આરોપી મહિલા અને તેની સાથે આવેલા યુવકનું આધાર કાર્ડ હાથરસનું છે. આ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. યુવતીએ હોટલની બાલ્કનીમાંથી કૂદ્યા પછીથી હોટલનો કર્મચારી પણ ફરાર છે.
આ પણ વાંચો: