નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશને 200 નવા IPS અધિકારીઓને દેશ સેવાની ફરજ સોંપી છે. 2022ની બેચના આ 200 આઈપીએસ અધિકારીઓ માંથી ગુજરાતમાં 10 આઈપીએસ અધિકારીઓની પોસ્ટિંગ ફાળવવામાં આવી છે. ગુજરાતને મળેલા આ આઈપીએસ અધિકારીઓની વાત કરીએ તો, ઉત્તરાખંડ કેડરના રિતિકા આઈમા, હરિયાણા કેડરના હર્ષ શર્મા, આરંક્ષા યાદવ, વિકાસ યાદવ, ગુજરાત કેડરના ગૌતમ વિવેકાનંદન, રાજસ્થાન કેડરના વેદિકા બિહાની, આંધ્રપ્રદેશ કેડરના રેપુડી નવિન ચક્રવર્થી, ગુજરાત કેડરના માનસી આર મીના, મૌસમ મહેતા અને તમિલનાડુ કેડરના સંદીપ ટીનો સમાવેશ થાય છે.
ગુજરાતને મળેલા 10 નવા IPS અધિકારી
- રિતિકા આઈમા, ઉત્તરાખંડ (186મો રેન્ક)
- હર્ષ શર્મા હરિયાણા કેડર (194મો રેન્ક)
- અરંક્ષા યાદવ હરિયાણા (201મો રેન્ક)
- ગૌતમ વિવેકાનંદન ગુજરાત (211મો રેન્ક)
- વેદિકા બિહાની રાજસ્થાન (213મો રેન્ક)
- રેપુડી નવિન ચક્રવર્થી આંધ્રપ્રદેશ (550મો રેન્ક)
- વિકાસ યાદવ, હરિયાણા (555મો રેન્ક)
- માનસી આર મીના, ગુજરાત (738મો રેન્ક)
- સંદીપ ટી, તમિલનાડુ (764મો રેન્ક)
- મૌસમ મહેતા, ગુજરાત (814મો રેન્ક)
કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સત્તાવાર યાદી