ગુજરાત

gujarat

પશુપાલક પર આભ ફાટયું, લાખણીયા ગામે આકાશી વીજળી પડતાં અંદાજીત 20થી વધુ ઘેટાં બકરાના મોત

By ETV Bharat Gujarati Team

Published : Jul 16, 2024, 2:50 PM IST

પશુપાલક પર આભ ફાટયું
પશુપાલક પર આભ ફાટયું (Etv Bharat Gujarat)

કચ્છ: સમગ્ર રાજ્યમાં ફરી વરસાદી મહોલ જામ્યો છે. ત્યારે ગઈ કાલે કચ્છના અબડાસા તાલુકાના લાખણીયા ગામે આકાશી વીજળી પડતાં 20થી વધુ જેટલા ઘેટાં બકરાના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. અબડાસા તાલુકાના લાખણીયા ગામે આજે રાત્રે ચાલુ વરસાદે આકાશી વીજળી પડતાં, સ્થાનિક પશુપાલક શંકરભાઈ મહેશ્વરીના પોતાના વાડામાં રહેલા પોતાની માલિકીના 20થી પણ વધુ ઘેટાં બકરા પર ગામના સીમાડે વીજળી પડતાં મોત નિપજયાં છે. પોતાના પશુધન પર આફત આવી પડતાં પશુપાલક પર જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. પોતાના પશુધનની ખોટ પર પશુપાલક સહિત ગામના લોકોમાં પણ શોકની લાગણી ફેલાઇ છે, તેવું લાખણીયા ગામના ઉપસરપંચ રજાકભાઈ ઉઠારે જણાવ્યું હતું.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details