જ્યાં પથ્થરમારો થયો ત્યાં જ કોમી એકતાના દર્શન થયા: સુરતમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો એક સાથે - Hindu Muslim community leader meet - HINDU MUSLIM COMMUNITY LEADER MEET
🎬 Watch Now: Feature Video
Published : Sep 16, 2024, 10:48 PM IST
સુરત: શહેરને રાજ્યનું આર્થિક શહેર તરીકે ગણવામાં આવે છે. અહી રોજગારી માટે દરેક રાજ્યમાંથી દરેક ધર્મના લોકો આવે છેઅને સુરતમાં રહી પોતાના સપના પુરે કરે છે. એટલે સુરતને મિની ભારત તરીકે પણ ઓળખવામાં આવે છે.ત્યારે થોડા દિવસ ગણેશ પંડાલ પર બનેલ પથ્થર મારાની ઘટનાને લઈને સુરતની શાંતિ ડહોળાઈ હતી. આથી ફરી હિન્દુ અને મુસ્લિમ સમાજ વચ્ચે ભાઈચારો જળવાઈ રહે તે માટે થોડા દિવસ અગાઉ પથ્થરમારો થયો ત્યાં આજરોજ હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો એકઠા થયા હતા. સુરત શહેર પોલીસ કમિશનર અનુંપમ સિંહ ગેહલોત અને સુરત મહાનગર પાલિકાના મેયર દક્ષેશ માવાણી પણ હાજર રહ્યા હતા. મુસ્લિમ અને હિન્દુ સમાજના આગેવાનો મેયર અને સુરત પોલીસ કમિશ્નરનું શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું. શાંતિપૂર્ણ માહોલમાં ધાર્મિક તહેવારો પૂર્ણ થાય તેવી હાજર લોકોએ આશાઓ વ્યક્ત કરી હતી.