મોરબી : શહેરમાં પત્તા પ્રેમીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી થઈ છે. મોરબી સિટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે શનાળા રોડ પર મોમ્સ હોટલ પાછળ અક્ષરધામ-2 શ્રીજી હાઇટસ ફલેટ નં. 202 માં રહેતા ગીરીશભાઈ દુર્લભજીભાઈ ઉઘરેજાના મકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાં જુગાર રમતા ગીરીશભાઈ દુર્લભજીભાઈ ઉઘરેજા, મયુરભાઈ વિઠ્ઠલભાઈ મુછડીયા, મનીષભાઈ લાલજીભાઈ વડસોલા, તરુણભાઇ વલ્લભભાઈ કાવર, સંજયભાઈ પ્રભુભાઈ સનારીયા, કુલદીપભાઈ ઇશ્વરભાઈ કાસુન્દ્રા, ધર્મેન્દ્રભાઈ નાથાભાઈ રૈયાણી, ધર્મેન્દ્રભાઈ ચતુરભાઈ ઉઘરેજા, ભાવેશભાઈ કેશવજીભાઈ ભીમાણીને ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂ. 32.50 લાખની રોકડ કબજે કરી તમામ નવ શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી A ડિવિઝન પોલીસ PI એચ.એ. જાડેજાની ટીમે કામગીરી કરી હતી.
મોરબીમાં જુગાર રમતા 9 શકુનીઓ ઝડપાયા, મોરબી સીટી A ડિવિઝન પોલીસની કાર્યવાહી
Published : Sep 9, 2024, 8:25 AM IST