ગુજરાત

gujarat

ETV Bharat / videos

બેંકના હપ્તા ન ભરાતા 32 વર્ષિય યુવકે જિંદગીનો અંત આણ્યો, આર્થિક સંકડામણ દૂર કરવા માટે લીધી હતી લોન - young man committed suicide - YOUNG MAN COMMITTED SUICIDE

By ETV Bharat Gujarati Team

Published : May 21, 2024, 8:56 AM IST

Updated : May 21, 2024, 10:23 AM IST

સુરત: સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સેલુત ગામે મોટી હરા ફળીયામાં રહેતો એક યુવક નેહલ રાજેન્દ્રભાઈ પટેલ ઉ.વ ૩૨ કે જેને આર્થિક સંકડામણથી રૂપિયાની જરૂર પડતા બેન્ક ઓફ બરોડામાંથી લોન લીધી હતી. અને તે લોનનાં હપ્તા ભરવામાં મુશ્કેલી પડતી હતી. કેટલાક હપ્તા ચૂકી જવાથી બેન્કમાં ભરવાની થતી રકમમાં વધારો થવા લાગ્યો અને સાથે રૂપિયાની સગવડ ન થતા નેહલ ઘણાં દિવસોથી માનસિક તાણમાં રહેતો હતો. બેંકની લોનના હપ્તા ભરવાની રકમની સગવડ ન થતા આર્થિક સંકડામણને લઈને માનસિક રીતે ભાંગી પડ્યો હતો. અંતે યુવકે ઝેરી દવા પીને જિંદગીનો અંત આણવાનો પ્રયાસ કર્યો હતો, હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.ઓલપાડ પોલીસ મથકના હે.કો જગદીશ ભાઈએ જણાવ્યું હતું કે મૃતકનું નામ નેહલ ભાઈ છે. બેંકમાંથી લીધેલી લોનને લઈને ભરવામાં આવતા હપ્તાને કારણે તેઓ સતત ચિંતિત હતા. અને આપઘાત કર્યો હતો. 

Last Updated : May 21, 2024, 10:23 AM IST

ABOUT THE AUTHOR

...view details