ચાર દિવસ બાદ મળ્યો 21 વર્ષીય યુવકનો મૃતદેહ, સુરતના ગોડાદરા વિસ્તારની ઘટના - Young man dies in Surat - YOUNG MAN DIES IN SURAT
Published : Jul 28, 2024, 2:10 PM IST
સુરત: ગત ૨૪ જૂલાઈ બુધવારના રોજ ગોડાદરા વિસ્તારમાં રહેતા ૨૧ વર્ષિય દિપેશ સત્યપ્રકાશ મિશ્રા નામનો યુવક બપોરે ૧.૦૦ વાગ્યાની આસપાસ ફૂટપાથ પર વરસાદમાં છત્રી લઈ જઇ રહ્યો હતો, ત્યારે તેનો પગ લપસી જતાં પાણીમાં છત્રી પડી ગઈ હતી. જેને લેવા જતા તે નજીક બાંધકામની બાજુમાં આવેલા પાણીના ઉંડા ખાડામાં પડી ગયો હતો, ગઈકાલે 27 જૂલાઈના રોજ આ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવકની શોધખોળ માટે વડોદરાની એનડીઆરએફ ટીમ, મનપાની ફાયર બ્રિગેડ ટીમ, રીલાયન્સની ફાયર ટીમ દ્વારા સઘન શોધકામગીરી કરવામાં આવી હતી.ચાર દિવસની મહેનત બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવકના મોતથી તેના પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં ઉંડો શોક પ્રસરી ગયો છે.