ગુજરાત

gujarat

ETV Bharat / videos

છોટાઉદેપુર અને દાહોદના વાતાવરણમાં અચાનક પલટો, ભરઉનાળે કેટલાંક સ્થળે કરા પડ્યા - Rain in dahod during summer - RAIN IN DAHOD DURING SUMMER

By ETV Bharat Gujarati Team

Published : Apr 11, 2024, 5:58 PM IST

Updated : Apr 11, 2024, 8:29 PM IST

છોટાઉદેપુરઃ હવામાન ખાતાની આગાહી અનુસાર જિલ્લામાં મોડી સાંજે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. અને ત્યાર બાદ કવાંટ સહિતના તાલુકામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. વરસાદ વરસવાના કારણે વાતવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ હતી અને કાળઝાળ ગરમીમાંથી લોકોએ રાહતનો અનુભવ પણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, દાહોદ સહિત સમગ્ર ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, જેના કારણે માનવીની સાથે પશુ પક્ષીઓ પણ ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે. એવામાં દાહોદ પંથકમાં વરસાદી વાતાવરણ છવાતા લોકોને ઠંડકનો અહેસાસ થયો હતો જ્યારે બીજી તરફ કેટલાંક વિસ્તારમાં કરા પડતા વાતાવરણમાં વધુ ઠંડક પ્રસરી ગઈ હતી. આકાશમાંથી વરસાદની સાથે કરા પડતા લોકોમાં કૂતુહલ છવાયું હતું. બીજી તરફ કમોસમી વરસાદ વરસતાં ખેતીના પાકોને નુકસાનની ભિતી સેવાઈ રહી છે. 

Last Updated : Apr 11, 2024, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details