ગુજરાત

gujarat

ETV Bharat / videos

મતદાન કરો અને મેળવો અધધ ડિસ્કાઉન્ટ ! મતદાન જાગૃતિ અર્થે પોરબંદરના હેર સલૂનની અનોખી ઓફર - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024

By ETV Bharat Gujarati Team

Published : May 7, 2024, 5:04 PM IST

પોરબંદર : લોકશાહીના મહાપર્વ ચૂંટણીમાં લોકો મહત્તમ મતદાન કરે તે માટે સરકાર અનેક પ્રયત્ન કરે છે. જોકે પોરબંદરના એક હેર સલૂનના માલિકે મતદાન જાગૃતિ અર્થે અનોખી પહેલ કરી છે. પોરબંદરના કટ એન્ડ કેર ફેમિલી સલૂનના માલિકે મહિલા ગ્રાહકો માટે ખાસ ઓફર આપી છે. જેમાં પ્રથમવાર મતદાન કરતી દરેક મહિલાઓને કોઈપણ ચાર્જ લીધા વગર ફ્રીમાં હેર કટ કરી આપવામાં આવશે. ઉપરાંત 7 અને 8 મેના રોજ દરેક મતદાન કરેલી મહિલાને હેર કટમાં 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ સલૂનના સંચાલક હરીશભાઈએ જણાવ્યું કે, વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે આ ઓફર આપી છે. આ જાહેરાતથી અમે મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો છે.

  1. વ્યારાના શંકર ફળિયામાં એક પણ ઉમેદવારના ડોકાયા, મતદાનના દિવસે જનતાએ આપ્યો અનોખો જવાબ
  2. જૂનાગઢના દંપતિએ મતદાન કરીને 44મી મેરેજ એનિવર્સરી ઉજવી, 7મે 1980ના રોજ થયા હતા લગ્ન

ABOUT THE AUTHOR

...view details