સોરી ભાઈ, બીજીવાર નહીં આવું, જાહેરમાં દારૂ સપ્લાય કરતા બુટલેગરનો વીડિયો વાયરલ - Viral video - VIRAL VIDEO
Published : Jul 2, 2024, 6:56 PM IST
સુરત : હાલમાં જ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં રેઇનકોટ પહેરેલો એક યુવક ચાલુ વરસાદમાં પોતાના ટૂ-વ્હીલરની ડેકીમાંથી દારૂની બોટલો કાઢી નજીકમાં ઊભેલી ઇકો કારના ચાલકને આપતો નજરે પડે છે. આ વીડિયો નાનપુરાના નામે વાયરલ થતા પોલીસે ગાડી નંબરના આધારે તપાસ કરી હતી. આ વીડિઓ ઉમરા પોલીસની હદમાં અઠવાગેટ વનિતા વિશ્રામની પાછળનો હોવાનું પુરવાર થયું હતું. ઉમરા પોલીસે આદર્શ પછાત વર્ગ સોસાયટી પાસેથી કપિલ જેઠાલાલ પટેલ અને મોહિત મહેશ પટેલને પકડી પાડ્યા હતા. પોલીસે બંને શખ્સ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કુલ 2.52 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી સામે અઠવામાં બે અને ઉમરામાં એક પ્રોહિબિશનનો ગુનો નોંધાઈ ચૂક્યા છે.