ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર ઉપર હુમલો થતા ઉગ્ર વિરોધ, ઇમરજન્સી વિભાગમાં બનાવતા હતા વિડીયો - RAJKOT CIVIL HOSPITAL - RAJKOT CIVIL HOSPITAL

By ETV Bharat Gujarati Team

Published : Jun 9, 2024, 5:58 PM IST

રાજકોટ: શહેરની સિવિલ હોસ્પિટલ કાયમ વિવાદમાં સંપડાયેલ રહે છે, ત્યારે ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં એક દર્દી આવ્યા હતા, ત્યારે ડોક્ટર દ્વારા તેની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી પણ તેની સાથે આવેલા તેના સગાઓ અને બીજા વિભાગમાં કામ કરતા એક આયા માસીએ જુનિયર ડોક્ટરો સાથે માથાકૂટ કરી અને જેમાં મારામારી પર થઈ હતી.  તેનો મોબાઈલથી વિડીયો ઉતારતા હતા,આ બાબતે ના પાડતા મહિલા ડોકટર પર હુમલો પણ કર્યો હતો. જે મામલે જુનિયર ડોક્ટરો નારાજ થયા હતા અને ઉચ્ચ અધિકારીઓને યોગ્ય કાર્યવાહી માટે માંગ કરી હતી. આ ઘટનાને લઈને મેડિકલ હોસ્ટેલ નજીક દેખાવ પણ કર્યો હતો.

ગેરકાયદેસર વિડીયો ઉતાર્યો: આ બાબતે આ માથાકૂટ થઈ ત્યારે પ્રેક્ટિસ ઉપર હાજર રહેલા ડોકટર અજય રાઠોડએ જણાવ્યું હતું કે, ગઈકાલે સવારના સમયે એક દર્દી ઇમરજન્સી વિભાગમાં આવ્યું હતું, તેને મુંજવણ થતી હોવાથી તેની સારવાર કરી હતી અને એડમીટ કર્યો હતા, પણ તેની સાથે આવેલા સગાઓએ વિડીયો ઉતારતા હતા જેથી બીજા દર્દીઓને મુશ્કેલી થતી હતી અને હોસ્પિટલમાં બીજા વિભાગમાં ફરજ બજાવતા આયા પણ સાથ આવ્યા તે પણ માથાકૂટ કરતા હતા વિડીયો ઉતારતા રોકતા તેમણે મહિલા ડોકટર મેરી સાથે ઝપાઝપી કરી હતી તેવું તેમણે જણાવ્યું હતું.  

જુનિયર ડોકટની માંગ: જુનિયર ડોકટર ધીમત મારવાણીયાં કહ્યું હતું કે, ગઈકાલે ઇમરજન્સી વિભાગમાં ગેરકાયદેર વિડોયો બનાવો, ડોકટર પર હુમલો કરવો તેમજ સિક્યુરિટી માં રહેલા કર્મચારીઓ પણ આ બાબલમાં વચ્ચે ન આવ્યા. આ દરેક બાબતો માટે યોગ્ય સિક્યુરિટી રાખવી તેમજ તે આયા માસીને સસ્પેન્ડ કરવાની માંગ અને ઉચ્ચ કક્ષાએ રજુઆત પણ કરી છે.

  1. રાધનપુરના શોપિંગ મોલમાં ઇલેક્ટ્રિક ઉપકરણો ખુલ્લા જોવા મળ્યા, લોકોમાં ભયની સ્થિતિ - Electrical appliances open in Radhanpur
  2. દેવભૂમિ દ્વારકામાંથી દરિયા કિનારે બિનવારસી હાલતમાં 16 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું - 16 crore worth of drugs seized

ABOUT THE AUTHOR

...view details