Vadodara Crime : ડભોઇ પોલીસ મથક હદ વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા
Published : Mar 5, 2024, 1:38 PM IST
વડોદરા : સ્ટેટ મોનીટરીંગ સેલના વડોદરાના ડભોઇ પોલીસ મથક હદ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યાં હતાં. જેમાં 3.87 લાખના વિદેશી દારુના મુદ્દામાલ સાથે બે બૂટલેગર ઝડપાયાં હતાં. જ્યારે 7ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં હતાં. ડભોઇમાં ભારતીય બનાવટનાં વિદેશી દારુના વધતાં વેચાણની રાવ ઉઠવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા કોઈ કડક કાર્યવાહી ન કરાતાં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે જિલ્લામાં ધામાં નાખ્યાં હતાં. SMC દ્વારા વડોદરા જિલ્લામાં વિવિધ સ્થળોએ દરોડા પાડયાં તેે પૈકી વડોદરા જિલ્લાના ડભોઇ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કાર્યવાહી કરી રૂ.3.87 લાખનાં મુદ્દામાલ સાથે બે શખ્સની ધરપકડ કરી છે.જ્યારે સાત ઈસમોને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીને લઈ સ્થાનિક પોલીસ ફરી એકવાર ઊંઘતી ઝડપાઇ છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ડભોઇ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી આરોપી મનહર અને જયેશ સાથે રાખી વોન્ટેડ આરોપી સુરેશના ઘરે રેઇડ કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની 3206 બોટલ. જેની અંદાજિત કિંમત રૂપિયા 3,75,980 સાથે રોકડ અને મોબાઈલ સહિત કુલ 3,87,180ના મુદ્દામાલ સાથે બે ઈસમોની ધરપકડ કરી હતી. ડભોઇ પોલીસ મથકમાં પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જયેશ ઉર્ફે જીગો કનુભાઈરાજપૂત (રહે- ડભોઇ), મનહરભાઈ અંબાલાલ ઠાકોરઅને આરોપી હિતેશ ઉફે મોન્ટુ રાયસિંગભાઈ પાટણવાડીયા, સુરેશભાઈ અંબાલાલ ઠાકોર પાર્થી મનહરભાઈ ઠાકોર( વેગા ગામ), નિરજ ધોબી ઉર્ફે બાનો, જગદીશ રાઠોડ ઉરફે જાગી જુગરીઓ, દિપક વસાવાઉે દિપો, આઇશરમાં પ્રોહિબિટેડ મુદ્દામાલ મોકલનાર સાત આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે.