અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, તિરંગા યાત્રામાં ભાગ લેવા પહોચ્યા - Amit Shah live in Tiranga Yatra - AMIT SHAH LIVE IN TIRANGA YATRA
Published : Aug 13, 2024, 4:57 PM IST
|Updated : Aug 13, 2024, 5:55 PM IST
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એક દિવસની ગુજરાતની મુલાકાતે આવી ગયા છે. અમિત શાહનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્વાગત કર્યું હતું. આ ભવ્ય યાત્રામાં 50,000થી વધુ લોકોના જોડાવાની શક્યતા છે, જે દેશભક્તિના ઉન્માદને બુલંદ કરવા માટેનું એક મહત્ત્વપૂર્ણ પગલું ગણાશે. અમિત શાહ સાથે CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત નેતાઓ હાજરી આપશે. તેમજ BSF, ઘોડા પોલીસ, પોલીસ સહિત અનેક એજન્સીઓ તિરંગા યાત્રામાં જોડાશે. આ તિરંગા યાત્રા શહેરના વિરાટનગરના કેસરીનંદન ચોકથી શરૂ થશે અને નિકોલ સુધીના માર્ગ પર પસાર થશે. યાત્રાના માર્ગ પર 10 ટેબ્લો મુકાશે, જે ભારતની આઝાદીના 78મા વર્ષના ગૌરવને ઉજાગર કરશે. આ ટેબ્લોઝમાં સ્વતંત્રતા સંગ્રામ, દેશના સ્વતંત્રતા સેનાનીઓ, અને આજના ભારતના વિકાસની ઝલક જોવા મળશે. શહેરીજનોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગૃત થાય તેવા હેતુથી આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
Last Updated : Aug 13, 2024, 5:55 PM IST