માંગરોળમાં ગામના પાટિયા પાસે ટ્રક રસ્તાની નીચે પલ્ટી ખાઈ ગયો, ટ્રક ચાલક મરતા મરતા બચ્યો, વિડીયો થયાઓ વાયરલ - Truck accident in Mangarol - TRUCK ACCIDENT IN MANGAROL
Published : Jul 3, 2024, 4:11 PM IST
સુરત: જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામના પાટિયા પાસે સિંગલ લાઈન રસ્તા પર GIDC માંથી એક ટ્રક આવી રહ્યો હતો અને વળાંક માંથી ટર્ન લઈ રહ્યો હતો. તે દરમિયાન ટ્રક રસ્તાની નીચે ઉતરી જતાં ગણતરીની સેકન્ડોમાં જ પલ્ટી મારી ગઈ હતી. બનાવને પગલે આસપાસના લોકો સ્થળ પર દોડી ગયા હતા. અને ટ્રક ચાલકને શોધી રહ્યા હતા તે દરમિયાન ટ્રક ચાલક સામેના દરવાજાની બારીમાંથી બહાર આવતા હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
લોકોએ 2 રસ્તાની કરી માંગ: સમગ્ર ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા સુમિલોન ફાયર વિભાગને કરવામાં આવતા સુમિલોન ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને ટ્રકને ફરીથી ઊભો કરવાની કામગીરી હાથ ધરી હતી. હાજર GIDC ના સંચાલકો તંત્રની કામગીરી પર પણ સવાલ કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, "GIDCનો સિંગલ લાઈનનો રોડ હોવાથી અવાર નવાર અકસ્માતો,વાહનો પલ્ટી મારી જવાની ઘટનાઓ બને છે. તેમજ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી રસ્તાની બાજુમાં પાણી પણ ભરાઈ જાય છે. જેને લઇને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. તંત્ર ઝડપથી આ રસ્તો ડબલ લાઈનનો કરે અને ડ્રેનેજની વ્યવસ્થા કરે તેવી માંગ કરી હતી.