ગુજરાત

gujarat

ધસમસતા પાણીના પ્રવાહમાં બોલેરો ફસાઈ, રાજકોટના નાની પરબડી ગામનો વીડિયો વાયરલ - Bolero trapped in water flow

By ETV Bharat Gujarati Team

Published : Jul 1, 2024, 10:54 AM IST

રાજકોટમાં છ ઈંચ વરસાદ પડયો હોવાની માહિતીઓ સામે આવી (Etv Bharat Gujarat)

રાજકોટ: જિલ્લામાં મેઘરાજ માન મૂકીને વરસી રહ્યા છે, એક તરફ કાળઝાળ ગરમીથી રાહત મળી રહી છે ટો બીજી તરફ  ઠેર ઠેર વરસાદનું પાણી ભરાઈ જવાથી સ્થાનિક લોકોને મુશ્કેલી થઈ રહી છે. આ સાથે જ ગત મોડી રાતથી આજ સવાર સુધીમાં રાજકોટમાં છ ઈંચ વરસાદ પડયો હોવાની માહિતીઓ સામે આવી છે. છ ઇંચ વરસાદને પરિણામે નાની પરબડીની ફુલજર નદીમાં પાણીનો ઓવર ફ્લો થતા નાની પરબડીથી ચોકી તરફનો જવાનો મુખ્ય માર્ગ પાણીના પ્રવાહના કારણે બંધ થઈ ગયો હતો. આ નદીના પાણીના પ્રવાહમાં બોલેરો વાહન ફસાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા.આવી પરિસ્થિતિમાં બોલેરો વાહનને બહાર કાઢવા માટે સ્થાનિક લોકોએ વાહનને ખેંચી વાહન તેમજ ચાલકનો બચાવ કર્યો હતો. 

ABOUT THE AUTHOR

...view details