આજે અમિત શાહ પોરબંદરના જામકંડોરણામાં જનસભાને સંબોધશે Porbandar Lok Sabha seat - Porbandar Lok Sabha seat - PORBANDAR LOK SABHA SEAT
Published : Apr 27, 2024, 12:24 PM IST
|Updated : Apr 27, 2024, 1:14 PM IST
પોરબંદર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ડો. મનસુખ માંડવિયા માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ખુદ પ્રચાર કરવાના છે. પોરબંદર બેઠક પર મનસુખ માંડવિયાની ઉમેદવારી જાહેર થઈ ત્યારે થોડા ઘણા વિરોધના સૂર ઉઠ્યા હતા. માંડવિયાને આ બેઠક પર આયાતી ઉમેદવાર ગણીને વિરોધીઓએ નિવેદનો કર્યા હતા. જો કે મનસુખ માંડવિયા આ વિરોધ પ્રત્યે ધ્યાન આપ્યા વિના પોરબંદર લોકસભા બેઠક અંતર્ગત આવતા વિધાનસભા ક્ષેત્રોમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. હવે તેમને ટેકો આપવા ખુદ અમિત શાહ પોરબંદરના જામકંડોરણા ખાતે આજે આવ્યા છે. અમિત શાહની જામકંડોરણા મુલાકાત ખાસ બની રહે તે માટે સ્થાનિક ભાજપ આગેવાનોએ તડામાર તૈયારીઓ કરી છે. જામકંડોરણા ખાતે કુમાર છાત્રાલયમાં 50 હજાર લોકોની જંગી જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપે અમિત શાહના પ્રચાર દરમિયાન 'વિજય સંકલ્પ સભા'નું આયોજન કર્યુ છે.
Last Updated : Apr 27, 2024, 1:14 PM IST