કેન્દ્ર સરકારના બજેટ-2024-25ને રાજકોટ વેપારીઓએ આપ્યો મિશ્ર પ્રતિસાદ - The Central Budget 2024
Published : Jul 23, 2024, 7:41 PM IST
રાજકોટઃ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે મોદી-3.0 સરકારનું પ્રથમ બજેટ રજૂ કર્યુ. નિર્મલા સીતારમણે આ સતત 7મુ બજેટ રજૂ કર્યુ. આ બજેટ સંદર્ભે રાજકોટના વેપારીઓ તરફથી પ્રતિક્રિયાઓ આવી છે. જો કે રાજકોટમાં કેન્દ્ર સરકારના બજેટ-2024-25ને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.
બજેટ-2024-25 સંદર્ભે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવએ જણાવ્યું હતું કે, તમામ વર્ગને ધ્યાનમાં રાખી બજેટ રજૂ કર્યુ છે. 1 લાખ 32 હજાર MSME ઈન્ડસ્ટ્રીઝને બેન્ક ગેરેન્ટી અને ફન્ડીંગનું પ્રાધાન્ય મળ્યું છે. રાજકોટના ઉદ્યોગકારોને બુસ્ટ મળશે.
બજેટ-2024-25 સંદર્ભે ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ પાર્થ ગણાત્રાએ જણાવ્યું હતું કે, ઈન્કમટેક્સ સ્લેબમાં ફેરફાર થયો તે સારી બાબત છે. બજેટ સરાહનીય બજેટ છે પરંતુ 43BHની માંગ સંતોષાઈ નથી. MSME ઉદ્યોગકારોએ ન માંગેલ મળ્યું છે.
બજેટ-2024-25 સંદર્ભે રાજકોટના જેમ્સ એન્ડ જવેલરીના પ્રમુખ મયુર આડેસરાએ જણાવ્યું હતું કે, સોના-ચાંદી અને પ્લેટીનિયમમાં કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી છે. ઈમ્પોર્ટ ડ્યુટી સોના ચાંદીમાં 6 % ઘટી તે ખૂબ સારી બાબત છે. રોજગાર અને સ્કિલ પર ખૂબ ધ્યાન આપ્યું છે. મુદ્રા લોન 10માંથી 20 લાખ કરાઈ તે સારી બાબત છે. GSTના સ્લેબમાં ઘટાડો થવો જોઈતો હતો તે ન થયો. વન નેશન વન રેટની વાત હતી તે આગામી દિવસોમાં પૂર્ણ થાય તેવી આશા છે. ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડાથી ગ્રાહકોને નીચા ભાવે સોનુ મળશે.
બજેટ-2024-25 સંદર્ભે ચેમ્બર ઓફ કોમર્સના ડાયરેક્ટર બ્રિજેન કોટકે જણાવ્યું હતું કે, નવી યોજનામાં ઘણા ચેન્જ કરાયા છે. TDSનું અમલીકરણ સરળ બનશે.દર 6 મહિને ઈન્કમટેક્સમાં કાંઈ પણ ચેન્જ કરી શકાશે. જેની ઈન્કમ 12 લાખ ઉપર છે તેને ફર્ક નહિ પડે નાના કરદાતાઓને ફાયદો થશે.