મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર ફિલ્મી ઢબે કાર વડે કરવામાં આવ્યો હુમલો, CCTVમાં કેદ થઈ ઘટના... - Surat railway station incident - SURAT RAILWAY STATION INCIDENT
Published : Jul 8, 2024, 8:13 PM IST
મોરબી: શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર સ્કોર્પીઓ કાર સ્વીફ્ટ કાર પર ચડાવવાનો પ્રયાસ કરી કારને ટક્કર મારી હથિયાર વડે કારમાં તોડફોડ કરી નુકશાન કર્યું હતું. જેમાં બે વ્યક્તિને ઈજા પહોંચતા બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદને પગલે પોલીસે બે આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મોંધી કારમાં હુમલો: શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર મારામારીની ઘટના બની હતી, જેમાં આરોપીઓ આમદ કાસમ કટિયા, અકબર ઉર્ફે અકુ કાસમ કટિયા, વસીમ યુનુશ સેડાત, જુસબ દિલાવર માણેક અને ફિરોજ સુલેમાન માલાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, ઉંચી માંડલ ગામ નજીક ઈંડાની લારી હટાવી લેવા બાબતે બોલાચાલી થયાનો ખાર રાખી આરોપીઓએ ફરિયાદીની સ્વીફ્ટ કારને આરોપીઓએ સ્કોર્પીઓ કાર વાળીમાં આવી સ્વીફ્ટ કારને ત્રણ વખત ટક્કર મારી જુસબ જામ અને સુલતાન સુમરાને ઈજા પહોંચાડી તેમજ આરોપીઓએ તલવાર અને ધોકા વડે કારમાં તોડફોડ કરી નુકશાન કર્યું હતું. જે બનાવ મામલે એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી, જેમાં ગુનામાં સંડોવાયેલ પાંચેય આરોપીને ઝડપી લઈને ગુનામાં વપરાયેલ સ્કોર્પીઓ કાર કબજે લઈને વધુ તપાસ હાથ ધરી હોવાની માહિતી ડીવાયએસપી પી.એ. ઝાલા એ આપી છે.