ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાષ્ટ્રવાદની ભાવના જગાડવાનો અવસર ‘હર ઘર તિરંગા અભિયાન’ : પ્રફુલ પાનસેરિયા - Tiranga Yatra 2024

By ETV Bharat Gujarati Team

Published : Aug 10, 2024, 10:16 PM IST

સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9 થી 15 ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં દેશવાસીઓને જોડાવા આહવાન કર્યું છે, જેને અનુસરીને સમગ્ર દેશ તિરંગાના રંગમાં રંગાઈને એકતાના સૂત્રમાં પરોવાઈ ગયો છે. સુરતમાં પણ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સૌ નાગરિકોને પ્રત્યેક ઘર પર તિરંગો લહેરાવવાની અપીલ કરતા કહ્યું કે, હાથમાં તિરંગો લઈને રાષ્ટ્ર ભાવનાના મંત્ર સાથે પ્રત્યેક દેશવાસીઓ એક એક ડગલું આગળ વધશે તો આપણો દેશ સવાસો કરોડ ડગલા આગળ વધી જશે. જ્ઞાતિવાદ, પ્રાંતવાદ, ભાષાવાદને દેશવટો આપીને રાષ્ટ્રવાદની ભાવના જગાવવાનો આ અવસર છે, તિરંગો દેશની એકતા, અખંડિતતા, એક ભારત, શ્રેષ્ઠ ભારતનું પ્રતિક છે. દેશના વિકાસમાં શ્રેષ્ઠ યોગદાન આપવા પ્રત્યેક દેશવાસી પ્રતિબદ્ધ બને એવી ભાવના વ્યક્ત કરું છું.

ABOUT THE AUTHOR

...view details