ગુજરાત

gujarat

ETV Bharat / videos

ઓલપાડ પોલીસે વિવિધ સાયબર ક્રાઈમ કરતું આંતરરાષ્ટ્રીય રેકેટ ઝડપ્યું, મોડસ ઓપરેન્ડી જાણીને ચોંકી જશો - Surat News

By ETV Bharat Gujarati Team

Published : Jul 27, 2024, 9:12 PM IST

સુરતઃ ઓલપાડ પોલીસે વિવિધ સાયબર ક્રાઈમ કરતું આંતરરાષ્ટ્રીય રેકેટ ઝડપી પાડ્યું છે. સાયબર ગઠીયાઓ  દુબઈથી લોકોને નોકરી, ક્રીપ્ટોકરન્સી, યુએસટીડીના ટ્રાન્ઝેકશન વગરેની લાલચ આપતા તેમજ ન્યૂડ કોલ કરી રોજનું લાખો રૂપિયાનું ગબન કરતા હતા. આ તમામ કૌભાંડ થોડા પૈસાની લાલચમાં સ્થાનિકો પાસે કરાવવામાં આવી રહ્યું હતું. ગરીબ ભોળા લોકોને થોડા પૈસાની લાલચ આપી તેમના નામે બેન્કમાં ખાતું ખોલાવવામાં આવતું અને તેમનો ખાતા નંબર, બેન્ક પાસબુક, એટીએમ તેમજ ડેબિટ કાર્ડથી પૈસા ઉપાડી લેવાતા હતા. આરોપીઓ પાસેથી મોટી માત્રમાં પ્રી એકટીવેટેડ સીમ કાર્ડ અને મોબાઈલ પણ મળી આવ્યા હતા. આરોપી આ મોબાઈલ અને સીમ કાર્ડ દુબઈ મોકલવાના હતા. આ કૌભાંડ અંતર્ગત છેલ્લા 6 મહિનાથી ઈન્ટરનેશનલ રેકેટ ચાલી રહ્યું હતું. આ આખું નેટવર્ક દુબઈ થી ચલાવવામાં આવી રહ્યું હતું.  

પોલીસ કાર્યવાહીઃ સુરત (ગ્રામ્ય) જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યું હતું કે, ઓલપાડ પોલીસે ઓલપાડ-સાયણ રોડ પરથી 6 લોકોની ઈકો કારમાંથી બાતમીના આધારે ધરપકડ કરી લીધી છે. તેમની પાસેથી અલગ અલગ કંપનીના 27 જેટલા મોબાઈલ તેમજ 190 જેટલા પ્રી-એક્ટીવ સીમકાર્ડ, એપલનું 1 આઈપેડ, ઈન્ડિયન બેન્ક એકાઉન્ટની 11 કીટો, 18 જેટલી અલગ અલગ બેન્કની પાસબુક, 15 જેટલા અલગ અલગ બેન્કના એટીએમ અને ડેબીટ કાર્ડ જપ્ત કર્યા છે. પકડાયેલા આરોપી આ મોબાઈલ અને સીમકાર્ડ દુબઈ મોકલવાના હતા અને દુબઈથી ઈન્ડિયન નંબરથી કોલ કરી દેશમાં સાયબર ક્રાઈમ કરવામાં આવતું હતું. પોલીસે સમગ્ર ઘટનામાં માસ્ટર માઈન્ડ એવા બિન્દેશ માદળિયાં, અભિષેક છ્ત્રભુજ તેમજ વિવેક બાંભરોલીયા, મિલન બાંભરોલીયા, કાળુ જાદવ, રોનક સાવલીયાની ધરપકડ કરી છે. જયારે દુબઈ ખાતે રેહતા 2 વ્યક્તિ તેમજ અન્ય 3ને વોન્ટેડ જાહેર કર્યા છે. 

ABOUT THE AUTHOR

...view details