નવી પારડી ગામે પીકઅપ ગાડીના ચાલકે બેદરાકારીપૂર્વક રિવર્સ લેતા અકસ્માત, 5 વર્ષીય બાળકનું કરુણ મૃત્યુ - Surat News - SURAT NEWS
Published : Jul 11, 2024, 10:54 PM IST
સુરતઃ કામરેજના નવી પારડી ગામે બેફામ બનેલા પીકઅપ ચાલકે રિવર્સમાં પુરઝડપે ગાડી હંકારી 5 વર્ષીય બાળકનાં માથા ઉપરથી ગાડી ફેરવી દેતા માસુમ બાળકનું ટાયર નીચે કચડાઇ જવાનાં પગલે કમકમાટી ભર્યુ મૃત્યુ થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર સંજયભાઇ શ્રીદયા મજૂરી કામ કરી પોતાના પરીવારનું ગુજરાન ચલાવે છે. સંજયભાઇનો 5 વર્ષીય પુત્ર સત્યકુમાર દુકાનેથી દૂધ અને બિસ્કીટ લઇને આવી રહ્યો હતો. જે દરમિયાન મહેન્દ્રા પીકઅપ નં. જીએચ-19-વાય-2983ના ચાલકે પોતાની પીકઅપ ગફલતભરી રીતે પૂરઝડપે રિવર્સમાં હંકારી હતી. તેનાથી અકસ્માત થયો હતો. જેમાં 5 વર્ષીય માસુમ બાળક સત્યકુમાર ઘટના સ્થળે મૃત્યુ પામ્યો હતો. કામરેજ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.ડી. ચાવડાએ જણાવ્યું હતું કે, સંજયભાઇ દ્વારા સમગ્ર બનાવ અંગે કામરેજ પોલીસ મથકે ફરીયાદ કરતા હાલ પોલીસે કસુરવાર પીકઅપ ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.