કામરેજના કઠોર ગામે અશ્વ દોડ સ્પર્ધા યોજાઈ, સેંકડો અશ્વો વચ્ચે રોમાંચક મુકાબલો - Surat News - SURAT NEWS
Published : May 28, 2024, 10:06 PM IST
સુરતઃ કામરેજના કઠોર ગામે દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોના અશ્વોની દોડ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ, નવસારી સહિતના વિસ્તારોમાંથી આવેલા અશ્વોએ ભાગ લીધો હતો. જેમાં ઉસ્માન નાના, સીરાજ ખાન અને ઇકબાલ હાટ્યા નામના અશ્વોએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો. કામરેજના કઠોર હોર્સ ગૃપના અબ્દુલા અસ્માલ, ખાલીદ અસ્માલ, અબ્દુલ બેલીમ, સરફરાઝ બેલીમ દ્વારા અશ્વ દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. અશ્વ દોડમાં વિવિધ જાતવાન અશ્વો જોડાયા હતા. ઉપરોક્ત હરીફાઈમાં પોતપોતાના વિસ્તારોમાં વિજેતા થયેલા ચેમ્પિયન અશ્વો વચ્ચે રોમાંચક મુકાબલો યોજાયો હતો. નાની રવાલમાં ઉસ્માન નાના પ્રથમ, મધ્ય ૨વાલમાં ઓલપાડના સીરાજ ખાન પ્રથમ અને મોટી રવાલમા ઈકબાલ હાટ્યા પ્રથમ ક્રમે આવતા આયોજકો દ્વારા વિજેતા અશ્વોના માલિકોને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત કાર્યક્રમમાં દર્શન નાયક સહિત અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં અશ્વ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.