Surat News : ઓલપાડ તાલુકાની શાળાઓમાં રંગેચંગે બોર્ડની પરીક્ષામાં બેઠાં વિદ્યાર્થીઓ, ઉષ્માભર્યું સ્વાગત - SSC Exams
Published : Mar 12, 2024, 4:06 PM IST
સુરત : સોમવારે 11 માર્ચે ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો ઓલપાડ તાલુકામાં પણ પ્રારંભ થયો હતો. ઓલપાડ તાલુકાની નક્કી કરાયેલ વિવિધ સ્કૂલના કેન્દ્ર ઉપરથી એસએસસી અને એચએસસીના વિદ્યાર્થીઓનું શાળાના શિક્ષકો દ્વારા તિલક કરી મોં મીઠું કરી શુભેચ્છા પાઠવાઇ હતી. ઓલપાડ તાલુકાની વિવિધ શાળાઓમાથી કિમ પી. કે દેસાઈ શાળા સહિત ઓલપાડ મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયમાં પરીક્ષા આપવા માટે આવેલા બોર્ડના વિદ્યાર્થીઓને શિક્ષકો તેમજ સ્થાનિક મંડળના હોદેદારો આગેવાનો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને કંકુથી તિલક કરી મો મીઠુ કરાવી શુભેચ્છા પાઠવીને પરીક્ષા ખડમાં પ્રવેશ અપાયો હતો. તો બીજી તરફ પરીક્ષા કેન્દ્ર પર પોલીસની ટીમ અને હોમગાર્ડ જવાનો પણ બંદોબસ્ત માટે તહેનાત થઈ ગયાં હતાં.વાલીઓ પણ પરીક્ષા કેન્દ્રો પર ઉપસ્થિત રહ્યાં હતા. શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે તમામ તૈયારી કરી છે, તો એસ.ટી.તંત્ર એસટીની સુવિધા પૂરી પાડવામાં સાબદું થઇ ગયું છે. બીજી તરફ કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા પોલીસ તંત્ર પણ સજ્જ થઈ ગયું છે અને પરીક્ષા કેન્દ્ર પર પોલીસ જવાનો તહેનાત રહ્યાં હતાં.