ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુરત જિલ્લામાં બકરી ઈદનો તહેવાર ઉત્સાહભેર અને શાંતિપૂર્ણ રીતે ઉજવાયો - Surat News - SURAT NEWS

By ETV Bharat Gujarati Team

Published : Jun 17, 2024, 5:21 PM IST

સુરતઃ આજે તારીખ 17જૂનના રોજ સુરત જિલ્લામાં બકરી ઈદનો તહેવાર ઉત્સાહભેર અને શાંતિપૂર્ણ રીતે ઉજવાયો. સમગ્ર જિલ્લામાં રહેતા મુસ્લિમ બિરાદરોએ ઉમંગ અને ઉત્સાહ ભેર નમાઝ અદા કરી મુબારક બાદી પાઠવી હતી. આજે સોમવારે સવારે સાડા છ વાગ્યાથી સુરત જિલ્લામાં આવેલી ઈદગાહોમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકત્રિત થયા હતા.  ઈદની નમાઝ અદા કરી ખુદાની બંદગી કરી હતી. જેમાં કડોદરા ખાતે ગરીબ નવાઝ મસ્જિદ, મદિના મસ્જિદ, મકી મસ્જિદ ખાતે દ્વારા નમાઝ અદા કરાવી હતી. જ્યારે પલસાણા ની નુરૂલ મસ્જિદ, ઈટાળવા નાની મસ્જિદ, ઈટાળવા મોટી મસ્જિદ, મલેકપોર મસ્જિદ, તેમજ બલેશ્વર ઈદગાહ ખાતે ઈદ ઉલ જુહા (બકરી ઈદ)ની નમાઝ અદા કરાવી હતી. આ મુબારક તહેવારના સદકામા અલ્લાહ તબારક તઆલા સમગ્ર ભારતમાં હિંદુ-મુસ્લિમ ભાઈઓ વચ્ચે ભાઈચારો, વધુ ખુશી, વિશેષ પ્રાર્થનાઓ અને અભિવાદન કરવાનો તહેવાર છે.  આ મુસ્લિમ તહેવારમાં ભેટ આપવામાં આવે છે. ઈદ-ઉલ-જુહા, જુહા અથવા દુહાનો અર્થ અરબીમાં કુરબાની થાય છે. ઇદુલ જુહાનો અર્થ કુરબાનીનો તહેવાર થાય છે. લોકોમાં અમન, સુખ, શાંતિ અને જાહોજલાલી, તંદુરસ્તી જળવાય તેવી ઈબાદત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details