સુરતમાં પાવર કટની સમસ્યાથી કંટાળીને લોકોએ જીઇબી કચેરી પર પહોંચી અનોખી રીતે વિરોધ કર્યો - problem of power cut in Surat - PROBLEM OF POWER CUT IN SURAT
Published : Jun 25, 2024, 5:47 PM IST
સુરત: સુરત શહેરમાં જીઇબી સ્માર્ટ મીટર અને વીજળી બિલને લઈ વિવાદમાં છે તો બીજી બાજુ પાવરકટની સમસ્યાથી પણ લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. જ્યારે પણ હળવો વરસાદ થાય ત્યારે વીજળી કટ થવાની સમસ્યાથી લોકો મુશ્કેલમાં મુકાય છે. ત્યારે સુરત શહેરના પુણાગામ વિસ્તાર ખાતે આવેલી સમ્રાટ સોસાયટીમાં મોડીરાત્રે જ્યારે પાવરકટની સમસ્યા ઊભી થતા સોસાયટીના રહીશો ગાદલાં-ગોદડાં સાથે દક્ષિણ ગુજરાત વીજ કંપની, યોગીચોકના પેટા વિભાગીય કચેરી ખાતે પહોંચ્યા હતા. જીઇબીની કચેરી બહાર થાળી વગાડીને અનોખો વિરોધ કર્યો હતો. તેઓએ રામધૂન કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમજ હાય રે જીઇબી હાય હાયના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, રોજે પાવર કટ થાય છે.