સુરત ડ્રીંક એન્ડ ડ્રાઈવ કેસમાં ઉદ્યોગપતિની ધરપકડ, વૈભવી કાર કબજે કરી - Surat Drink and Drive - SURAT DRINK AND DRIVE
Published : Aug 13, 2024, 1:32 PM IST
સુરત : સચિન GIDC સ્થિત મહાવીર સિંથેસિસ પ્રાઇવેટ લિમિટેડ અને હેઝારડર્સ સોલિડ વેસ્ટનો નિકાલ કરતી કંપની મહાવીર ઇકો પ્રોજેક્ટ પ્રા.લીના માલિક 56 વર્ષીય વત્સલ દિનકર નાયકે દારૂના ચિક્કાર નશામાં પોતાની વોલ્વો કાર હંકારીને સિટીલાઈટ વિસ્તારમાં અકસ્માત સર્જ્યો હતો. કાર સિટીલાઈટ વિસ્તારમાં અણુવ્રત દ્વાર પાસે BRTS રેલિંગ સાથે અથડાઈ હતી. આ અંગે કંટ્રોલમાંથી જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી વત્સલ નાયકની પ્રાથમિક પૂછપરછ કરતાં તેમણે કેફી પીણું પીધું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેની પાસે પરમીટ માંગી, પરંતુ વત્સલ નાયક પાસે પરમીટ નહોતી. જેથી દારૂનો નશો કરીને વાહન ચલાવી અકસ્માત કરવા બદલ પોલીસે વત્સલની ધરપકડ કરી વૈભવી વોલ્વો કાર કબજે કરી હતી.