અધધ 1 હજાર ફૂટની ભવ્ય રામ રંગોળી ! ડીસાના માલગઢના બાળકોની અદ્ભુત કલાકારી - ડીસા રામ મંદિરની રંગોળી
Published : Jan 21, 2024, 3:09 PM IST
બનાસકાંઠા : અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વિશ્વભરના રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. પ્રભુ રામ પ્રત્યેની લાગણી દર્શાવતા લોકો વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. ઉપરાંત વિવિધ માધ્યમથી પોતાની ઉત્સાહ દર્શાવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના ડીસાના એક નાનકડા ગામના વિદ્યાર્થીઓએ અનોખી રંગોળી બનાવી પોતાની લાગણી બતાવી હતી.
ભવ્ય રામ રંગોળી : બનાસકાંઠામાં ડીસાના માલગઢ ગામની એલ.એચ. માલી શાળાના વિદ્યાર્થીઓ શાળાના પટાંગણમાં 1 હજાર ફૂટની રામ મંદિરની રંગોળી બનાવી છે. આ રંગોળીના વિશાળ કદ કરતા પણ વધુ અનોખી તેની બનાવટ છે. આ રંગોળી બનાવવા વિદ્યાર્થીઓએ લાકડાના ભૂસાનો ઉપયોગ કર્યો છે. બાદમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિતના સ્ટાફે સાથે મળીને રામ ભગવાનની આરતી કરી હતી.