Rohan Gupta: જનતાની વચ્ચે સચોટ મુદ્દા લઈને જઈશું, અમને વિશ્વાસ છે કે, અમે જીતીશું: રોહન ગુપ્તા - Ahmedabad East Lok Sabha seat
Published : Mar 14, 2024, 10:58 PM IST
અમદાવાદ: લોકસભાની ચૂંટણી 2024ને લઈને ગુજરાત સહિત દેશમાં તમામ પક્ષો સક્રિય થઈ ગયા છે. ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોની 2-2 યાદી પણ જાહેર કરી દીધી છે, ત્યારે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરીઅમદાવાદ હતી. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર કોંગ્રેસે રોહન ગુપ્તાને ટિકિટ આપી છે. કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર રોહન ગુપ્તાએ આજ રોજ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમે જનતાની વચ્ચે સચોટ મુદ્દા લઈને જઈશું અને અમને વિશ્વાસ છે કે, અમે જીતીશું, નરેન્દ્ર મોદીએ વર્ષે ૨ કરોડ નોકરી આપવાનું કીધું હતું પણ એ કર્યું નથી, રામ મંદિર એ આસ્થાનો વિષય છે. જેવા વિષયો પર નિવેદનો આપ્યાં હતાં. અને પોતાની જીત સાથે પક્ષનો પણ વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.