અમદાવાદમાં સ્પોર્ટ્સ ક્વિઝનું આયોજન, સાંસદ નરહરિ અમીનની પ્રેરક ઉપસ્થિતિ રહી - Ahmedabad Sports Quiz - AHMEDABAD SPORTS QUIZ
Published : May 29, 2024, 7:23 PM IST
અમદાવાદ : સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિયેશન ઓફ ગુજરાત દ્વારા અમદાવાદ શહેરની નામાંકિત કોચિંગ એકેડમીના તાલીમાર્થીઓ માટે આજે સ્પોર્ટ્સ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરની પ્રતિષ્ઠિત કોચિંગ એકેડમીના તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. આ ક્વીઝમાં નેશનલ અને ઇન્ટરનેશનલ ક્રિકેટને લગતા સવાલો પૂછવામાં આવ્યા હતા. આ તકે ઉપસ્થિત રાજ્યસભા સાંસદ નરહરિ અમીને જણાવ્યું કે, અમદાવાદમાં ક્રિકેટ સાથે સંકળાયેલા ખેલાડીઓ સાથે આ પહેલી ક્વિઝ કરવામાં આવી છે, જેમાં 4-5 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. વધુ આનંદ એટલા માટે થાય કે ભાગ લેનારા પ્રતિયોગી શાળાઓના ખેલાડીઓ છે. જેઓ શાળા કક્ષાએ વિવિધ ટુર્નામેન્ટ રમે છે. જે સવાલો પૂછવામાં આવ્યા તે વર્લ્ડ કક્ષાના પણ હતા. આવી ક્વિઝના કાર્યક્રમો વારંવાર થતા રહે. હું સર્વે ખેલાડીઓને અભિનંદન આપું છું.