ગુજરાત

gujarat

ETV Bharat / videos

શ્રાવણ મહિનાના બીજા સોમવારે સોમેશ્વર મહાદેવને કરાયો રુદ્રાક્ષનો શૃંગાર - JUNAGADH SOMNATH RUDRAKSH SHRINGAAR - JUNAGADH SOMNATH RUDRAKSH SHRINGAAR

By Yogaiyappan A

Published : Aug 12, 2024, 8:01 PM IST

જુનાગઢ: આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમેશ્વર મહાદેવને રુદ્રાક્ષના શણગારથી શણગારવામાં આવ્યા હતા સાથે સાથે મહાદેવને વિવિધ અન્નકોટ પણ ધારવામાં આવ્યો હતો. સોમનાથ મંદિરના પંડિતો અને પૂજારીઓ દ્વારા રુદ્રાક્ષના પારાઓ અને માળાઓ દ્વારા મહાદેવને શણગાર કરવામાં આવ્યો હતો. રુદ્રાક્ષને ભગવાન શિવનું સ્વરૂપ પણ માનવામાં આવે છે, જેથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના રુદ્રાક્ષ શણગારના દર્શન કરવા પણ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે, જેને કારણે પણ શિવભક્તો આખું વર્ષ મહાદેવના રુદ્રાક્ષ શણગારની રાહ જોતા હોય છે. શિવપુરાણમાં ઉલ્લેખ થયા મુજબ કોઈપણ શિવભક્ત રુદ્રાક્ષ ધારણ કરે તો તે વ્યક્તિમાં ધૈર્ય ઉત્પન્ન થાય છે અને મહાદેવની કૃપા તેના પર જોવા મળે છે, વધુમાં રુદ્રાક્ષ ધારણ કરવાથી મનની વ્યાકુળતા ને શાંતિ મળે છે, તેમજ આધ્યાત્મિક રીતે પણ રુદ્રાક્ષને પુણ્ય ફળ આપનારું શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. જેથી મહાદેવને રુદ્રાક્ષના શણગારના દર્શન નુ વિશેષ મહત્વ પણ જોવા મળે છે.

ABOUT THE AUTHOR

...view details