ગુજરાત

gujarat

અંબાજીમાં 4 દિવસ સુધી રોપવે સેવા રહેશે બંધ, આ કારણે ભક્તોને પડશે દૂવિધા - Ropeway service closed in Ambaji

By ETV Bharat Gujarati Team

Published : Jul 28, 2024, 9:35 AM IST

અંબાજીમાં 4 દિવસ સુધી રોપવે સેવા રહેશે બંધ (Etv Bharat Gujarat)

અંબાજી:  શક્તિપીઠ અંબાજી સ્થિત મા અંબાના ધામમાં હજારો માઈભક્તો દરરોજ દર્શનાર્થે ઉમટે છે, અંબાજી નગરમાં વચ્ચોવચ્ચ આવેલા માતાજીના મંદિરમાં શીશ ઝુકાવ્યા બાદ માઈભક્તો ગબ્બર ઉપર બિરાજમાન સાક્ષાત માતાજીના દર્શન માટે પહોંચતા હોય છે, જોકે ઘણા ભક્તો પગથિયા ચડીને માતાજીના દર્શન માટે પહોંચે છે. પરંતુ વૃદ્ધ અને અશક્ત દર્શનાર્થીઓ માટે ગબ્બર પર જવા રોપવેની સુવિધા ચાલી રહી છે પરંતુ મેન્ટેનન્સની કામગીરીના કારણે આ રોપવીની સેવા ચાર દિવસ બંધ રહેવાની છે, એટલે કે તારીખ 30 જુલાઈથી તારીખ 2 ઓગસ્ટ સુધી રોપવેની સેવા બંધ રહેશે. તેથીે જે દર્શનાાર્થીઓ અહીંયા દર્શન માટે આવે છે તેમને ગબ્બર ઉપર દર્શન કરવા માટે પગથિયા ચડીને જ જવું પડશે. આગામી સપ્ટેમ્બર મહિનામાં જગવિખ્યાતમાં અંબાના ધામ ખાતે ભાદરવી પૂનમના મહા મેળાનું સુચારું આયોજન થનાર છે આ મેળામાં લાખો માઈ ભક્તો દર્શન માટે ઉમટી પડે છે ત્યારે ભાદરવી પૂનમના મહામેળા પહેલા આ રોપવેની સેવાની મેન્ટેનન્સ કામગીરી શરૂ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details