અમરેલીના રાજુલા પાસે પસાર થતાં નેશનલ હાઈવે ઉપર મોટરસાયકલ અને કારનો અકસ્માત, બે વ્યક્તિના મોત - RAJULA ACCIDENT
Published : Oct 17, 2024, 4:05 PM IST
અમરેલીઃ અમરેલીના રાજુલા જાફરાબાદ વિસ્તારની અંદરથી પસાર થતાં નેશનલ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો છે નેશનલ હાઈવે ઉપર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બે યુવકોના મોત થયા છે.
રાજુલા નજીક આવેલા ચાર નાળા બ્રિજ પર મહુવા તરફથી પસાર થઈ રહેલી કાર અને એક મોટરસાયકલ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક સવાર બંને યુવકો ઉછળીને રોડ પર પટકાયા હતા. તેથી બંનેને ગંભીર ઇજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે રાજુલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રાજુલા હોસ્પિટલ ખાતે બંને વ્યક્તિને ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
રાજુલા પોલીસ નેશનલ હાઇવે પર અકસ્માત સ્થળ પર પહોંચી છે. અકસ્માત સ્થળે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જેને ક્લિયર કરાવાની કામગીરી કરવામાં આવી હતી.
મૃતક બંને યુવકોમાંથી એક યુવક ઉત્તર પ્રદેશનો જ્યારે એક યુવક બંગાળનો છે. મૂળ યુપીનો રહેવાસી દિલીપકુમાર ગુપ્તા તેમજ બંગાળનો રહેવાસી કૃષ્ણાનંદ બાગનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યા મોત નીપજતા પોલીસ દ્વારા વધુ તપાસ અને કાર્યવાહી શરૂ કરાઈ છે.