સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઈ, સ્ટેટ મોનીટરીંગ સેલે ગોંડલ પાસેથી દારૂ ભરેલી યુટીલીટી ઝડપી - seized a vehicle loaded with liquor
Published : Sep 6, 2024, 12:37 PM IST
રાજકોટ: ગત 4 સપ્ટેમ્બરના રોજ ગોંડલ તાલુકાના ભોજરાજપરા ગામે રામદેવપીરના મંદિર નજીકથી વિદેશી દારૂ ભરેલી યુટીલીટી ઝડપાઈ હતી. SMCના એસપી નિર્લિપ્ત રાય, DYSP કામરીયાના માર્ગદર્શન હેઠળ, સ્ટેટ મોનીટરીંગ સેલના PSI એ.વી.પટેલ અને તેમની ટીમ દ્વારા આ માતબાર દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. SMC ત્રાટકતા યુટીલિટીના ડ્રાઈવર સહિત 5 શખ્સો ફરાર થયા હતા ત્યારે આ યુટીલીટી (પિકઅપ વાન)માં 1418 વિદેશી દારૂની બોટલ જેની કિંમત .4 લાખ 98 હજાર 707 રૂપિયા આંકવામાં આવી રહી છે. જ્યારે યુટીલિટી (પિકઅપ વાન)ની કીં. 3 લાખ મળીને કુલ 7,98,707 રૂપિયાના મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોકે, યુટિલિટી પાસે ઉભેલ એક શખ્સ, ડ્રાઈવર, માલિક, દારૂનો જથ્થો મોકલનાર અને દારૂનો જથ્થો મંગાવનાર નાસી છૂટ્યા હતા. હાલ પોલીસ આ પાંચ શખ્સોની શોધખોળ કરી રહી છે. આ પહેલા પણ SMC બ્રાન્ચે તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી અને વિદેશી દારૂના 2 દરોડા પાડ્યા હતા SMC બ્રાન્ચ દરોડો પાડવામાં સફળ રહે છે. જ્યારે સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ છે.